ભુજ : વડનગરા નાગર અ.સૌ. પૂર્ણિમા ભૂષણ અંતાણી તે સ્વ. લીલાવંતીબેન
મધુકાન્ત ઠાકર (ગાંધીધામ)ના પુત્રી, સ્વ. પ્રેમીલાબેન સુરેન્દ્રરાય અંતાણીના પુત્રવધૂ,
ભૂષણ અંતાણી (એંજલ ઓટો કન્સલ્ટન્ટ, આર.ટી.ઓ. એજન્ટ-ગાંધીધામ)ના પત્ની, રીતુના માતા,
કણ્વ, પૂજા, રિધમ, શિવા અને કૃતિના કાકી, સ્વ. જયંતભાઈ, જયેશભાઇ, સ્વ. અવનીન્દ્ર, અસીત,
સ્વ. પ્રતિમાબેન સુરેન્દ્રરાય ઠક્કર, સોહિણીબેન જયેશભાઇ હાથી, વર્ષાબેન યશેષચંદ્ર ધોળકિયા,
ઈલાબેન હર્ષાબિંદુભાઈ વૈષ્ણવના ભાભી, ગં.સ્વ. મૃદુલાબેન, નિશાબેન તથા ગં.સ્વ. અંજનાબેનના
દેરાણી, સ્વ. તરુણા અરાવિંદ ઠાકરના ભત્રીજી, કલ્પેશ, સ્વ. પ્રજ્ઞા હિરેન જાની, હિના,
અભિષેક, અંજલી વિશાલ જોશી, રિના ધર્મેશ જોશીના બહેન, માનસી, આઋષિ, નમનના માસી, ધારાબેનના
નણંદ તા. 14-1-2025ના અવસાન પામ્યા છે. બંન્નેપક્ષની પ્રાર્થનાસભા તા. 16-1-2025ના
સાંજે 4.30થી 5.30 હાટકેશ કોમ્પ્લેક્ષ, ભુજ ખાતે.
ભુજ : મૂળ ફતેહગઢ (તા. રાપર)ના કુંભાર હુશેન અલાના (ઉ.વ.
81) તે સુમાર અલાનાના ભાઇ, હબીબ હાજીના મોટાબાપુ, કુંભાર અલીમામદ, ઇબ્રાહિમ, આમદના
પિતા, આદમ હાજી, હારુન હાજી (ફતેહગઢ)ના કાકા, અકબર સુમાર, અનવર, કાસમ, ઉમરના મોટાબાપુ,
દાઉદ અલીયાસ, ખમીસા અલારખા કોઠીવારાના મામા, રમઝુ સુલેમાનના બનેવી તા. 14-1-2025ના
અવસાન પામ્યા છે. જિયારત તા. 16-1-2025ના ગુરુવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન લખુરાઇ,
નાગોર રોડ, ભુજ ખાતે.
ભુજ : મૂળ ખંભાલાવના હરિસિંહ દાનુભા ઝાલા (ઉ.વ. 87) તે ધર્મેન્દ્રસિંહ
ઝાલા (ગીતાંજલિ), સહદેવસિંહ, રણધીરસિંહ (એ.એસ.આઇ.)ના પિતા, મહાવીરસિંહ, સ્વ. દિલીપસિંહ,
નરેન્દ્રસિંહ, દિગ્વિજયસિંહના કાકા, ભગીરથસિંહ (ગીતાંજલિ), ધર્મરાજસિંહ, રુદ્રદત્તસિંહ,
કુણાલસિંહ, દુષ્યંતસિંહ, ભવ્યરાજસિંહ, દેવવ્રતસિંહ, યુગવિજયસિંહના દાદા તા.
13-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 17-1-2025ના શુક્રવારે સાંજે 4થી 5 ડી.સી.
જાડેજા ભવન, શિવમંદિરની બાજુમાં, વાલદાસનગર ખાતે.
ભુજ : ઇબ્રાહિમ જુમા ગગડા (મોન્ઢી) (ઉ.વ. 53) તે હનીફ જુમા,
મોહમદ હુશેનના ભાઇ, કાદર નૂરમામદ બાફણના સાળા, વિરા સુમાર, સિદીકના બનેવી, અફઝલ, રિયાઝ,
હમઝા, હસન, હમીદના પિતા તા. 15-1-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 17-1-2025ના સવારે
10થી 11 કુંભાર જમાતખાના, ભીડ નાકા, દાદુપીર રોડ, ભુજ ખાતે.
ભુજ : મૂળ રાયધણપર કુ. ઇન્દુબેન જયરામ કોઠારી (નિવૃત્ત શિક્ષિકા
દરબારગઢ સ્કૂલ-ભુજ) (ઉ.વ. 86) તે સ્વ. ઝવેરબેન જયરામભાઈ કોઠારીના પુત્રી, સ્વ. ચંદુભાઈ,
નરેન્દ્ર (નરૂ)ભાઈ, નવીન (જીતુ)ભાઈ, મહેશભાઈ, સ્વ. સુશીલાબેન વિસનજી રાચ્છ, શારદાબેન
હરવદન ઠક્કર, જ્યોતિ જયરામ કોઠારી, ભારતી દિનેશ જોબનપુત્રાના બહેન, હેમાબેન ચંદુભાઈ,
સ્વ. નીલમબેન નરેન્દ્રભાઇ, ચંદાબેન નવીનભાઈ, દક્ષાબેન મહેશભાઈના નણંદ, સ્વ. હિતેશ,
સ્વ. રાજેશ, જાગૃતિબેન દિલીપભાઈ, જયેશ, પુનિત, સોહિલ, મનીષા દીપક, અલ્પા રાજેશ, રિદ્ધિ
મનોજ, નેહલ વિકી, એકતાના ફઈ, પૂજા, દીપેન, મોના સેમ્યુઅલ, કુણાલ, સિદ્ધિ વિશાલના માસી,
રશ્મિ દીપેન, પૂનમ કુણાલના માસી સાસુ તા. 15-1-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા મોનાબેનના નિવાસ સ્થાન `અચ્યુત', 38, વૃંદાવન ગ્રીન્સ, એરપોર્ટ
રોડથી લોહાણા સ્મશાન માટે સવારે 9 વાગ્યે નીકળશે.
ગાંધીધામ : મૂળ ગળપાદરના ગુર્જર સુતાર ગં.સ્વ. લીલાવંતીબેન
(ઉ.વ. 90) તે સ્વ. વાલજીભાઇ નરશીભાઇ દૂધકિયાના પત્ની, સ્વ. વેલજીભાઇ મેઘજીભાઇ અગારાના
પુત્રી, સ્વ. અમૃતબેન વેલજીભાઇ જોલાપ્રા (વોંધ), સ્વ. જયંતીલાલ વેલજીભાઇ અગારાના બહેન,
સ્વ. જયસુખભાઇ, બટુકભાઇ (ગળપાદર), ચંદ્રકાન્તભાઇ (ઇફકો), સ્વ. હરેશભાઇ, ગં.સ્વ. ઇન્દિરાબેન
(નવાવાસ), ગં.સ્વ. ગીતાબેન (કારાઘોઘા-ભુજ)ના માતા, સ્વ. જ્યોતિબેન, નીતાબેન, બીનાબેન,
ગં.સ્વ. નીતાબેન, સ્વ. નવીનભાઇ (શંખલપુર), સ્વ. રમણીકલાલ જોલાપ્રાના સાસુ તા.
14-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-1-2025ના ગુરુવારે સાંજે 5થી 6 દશનામ
ગોસ્વામી સમાજવાડી, કપિલ મુનિ આશ્રમની બાજુમાં, નવા બસ સ્ટેશનની સામે, આદિપુર ખાતે.
અંજાર : મૂળ સિનુગ્રાના કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) ધનલક્ષ્મીબેન
રસિકભાઇ વાઢેર (ઉ.વ. 80) તે સ્વ. રસિકભાઇ દેવરામભાઇ વાઢેરના પત્ની, નિર્મલભાઇ વાઢેર,
મંજુલાબેન સુરેશભાઇ રાઠોડ, લીલાબેન મહેશભાઇ જેઠવા, પુષ્પાબેન મનોજભાઇ ટાંક, વનિતાબેન
દીપકભાઇ પરમારના માતા, મેઘના અક્ષિત મજેઠિયા તથા શ્યામ નિર્મલ વાઢેરના દાદી, સુરેશભાઇ
રાઠોડ, મહેશભાઇ જેઠવા, મનોજભાઇ ટાંક, દીપકભાઇ પરમારના સાસુ તા. 14-1-2025ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 16-1-2025ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય
(મિત્રી) સમાજ ભવન ખાતે ભાઇઓ તથા બહેનોની સંયુક્ત.
અંજાર : મૂળ હાજાપરના કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી)?ગં.સ્વ.
ચંદ્રમણિબેન (ઉ.વ. 72) તે સ્વ. જનાર્દન દેવશીભાઇ વરૂના પત્ની, સ્વ. જમુબેન દેવરામ કુંવરજી
રાઠોડના પુત્રી, ઉત્પલ, ચૈતા, તન્ના, પેરીના માતા, પ્રવીણ યાદવ, દ્રુપદ યાદવ, નીલેશ
ચાવડાના સાસુ, હર્ષ, સાક્ષી, ધિયોમ, હિમાંદ્રી, પુનિકાના નાની, સ્વ. પુષ્પા શશિકાંત
તથા પ્રતિમા કિશોરના ભાભી, વર્ષા, શિરીષ, જયશ્રી મુકેશના મોટીમા, સ્વ. ખીમજીભાઇ, સ્વ.
અમૃતલાલ, સ્વ. વિશનજી, જગમાલ, ચંદ્રકાન્ત, પ્રભુલાલના બહેન તા. 15-1-2025ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 17-1-2025ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય
(મિત્રી)?સમાજ ભવન ખાતે ભાઇઓ તથા બહેનોની સંયુક્ત.
અંજાર : મૂળ ધમડકાના ખત્રી મામદ આદમ (ઉ.વ. 55) તે મ. આદમ અબ્દુલ
લતીફના પુત્ર, રૂકિયાબેનના પતિ, જુસબ, ઈસ્માઈલ અને શરીફના ભાઈ, ગુલશેરા જાનમહમદ (મુંદરા),
મુનીરા અઝીમ (લાકડિયા), સઅદના પિતા, હનીફ અને શબ્બીર (વીરાવાળા)ના બનેવી તા.
15-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-1-2025ના શુક્રવારે સવારે 10.30થી
11.30 મસ્જિદે ખિજરા, નવા અંજાર ખાતે.
આદિપુર : નિર્મળાબેન વૃજલાલ કારવેલિયા (ઉ.વ. 69) તે વૃજલાલ નાથાલાલના
પત્ની, મુકેશ, હર્ષ, સોનલબેન કમલેશભાઇ ઉમરાણિયા (માધાપર), રૂપલબેન કમલેશભાઇ મકવાણા
(નાગપુર)ના માતા, શારદાબેન, વનિતાબેનના જેઠાણી, મનસુખભાઇ, પ્રદીપભાઇ, રુક્ષ્મણિબેન,
મોહિનીબેન, ભારતીબેનના ભાભી, ધર્મિષ્ઠા, મીનાક્ષી, કમલેશ ઉમરાણિયા, કમલેશ મકવાણાના
સાસુ, દક્ષ, ક્રિષ્ના, હેત્વીકના દાદી, વિધિ, અંકિતા, અક્ષિતા, હોમ, હિતિશાના નાની
તા. 15-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-1-2025ના શુક્રવારે સાંજે 4થી
5 લુહાર સમાજવાડી, બસ સ્ટેન્ડની સામે, આદિપુર ખાતે.
માંડવી : ભોજરાજ વલુ મુછડિયા (ઉ.વ. 75) તે સ્વ.વેલજી ધના મુછડિયાના
પુત્ર, સ્વ. પુરબાઈના પતિ, સ્વ. સુમાર મુછડિયા, પંજુબેન અર્જુનભાઈ શિરોખા (માંડવી)ના
ભાઈ, સોનલબેન કરસનભાઈ સિચણિયા (બિદડા), કાંતાબેન સુરેશભાઈ બડગા (સાપેડા)ના પિતા, પેરાજ,
સ્વ. નારાણ, ગાંગજી, પ્રેમજી, ધનવંતીબેન રામલાલ શિરોખા (દુર્ગાપુર)ના કાકા, લક્ષ્મી,
અનિતા, આનંદ, ભાવેશના નાના, સ્વ. વલુ વીરા
વિઝોડા (કોટડી મહાદેવપુરી)ના જમાઈ તા. 13-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન
ગોકુલવાસ, માંડવી ખાતે.
માંડવી : બકાલી ઇબ્રાહિમ જાફર (ફૂલવાળા) (ઉ.વ. 62) તે અબ્દુલ
કાદીર, મોહમ્મદ હનીફના પિતા, મ. ઓસ્માણ જાફર, કાસમ જાફરના ભાઈ, મોહમ્મદ રફીક (રમજુ
ફૂલવાળા-ભુજ), કાસમ, સલીમના બનેવી, મુસ્તાક, જાવેદ, અનીસ, મોહમ્મદ હુશેન મોહમ્મદ રફીકના
કાકા, જાકબ જુસબના સાળા, જુસબ જાકબ, અબ્દુલ (ઉર્ફે અભુ) (સાભરાઈ)ના મામા તા.
14-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 16-1-2025ના ગુરુવારે સવારે 10થી
11 ધાધલીમા દરગાહ કમ્પાઉન્ડ, માંડવી ખાતે.
મુંદરા : ખલીફા હનીફાબાઇ અલીમામદ (ઉ.વ. 77) તે મ. અલીમામદ સિધીકના
પત્ની, ખલીફા અબ્દુલ ઉર્ફે કારુ, હુશેન, ખલીફા શકીના હાજી (સિનુગ્રા), ખલીફા શેરબાનુ
લતીફ (જરૂ)ના માતા, મુસ્તાક, અલીફ, અફતાબ, અશ્મા, ખલીફા અલવીના ઇમરાન (ભુજ), ખલીફા
રિઝવાના જુબેર (બેરાજા)ના દાદી, અકબર, રજાક, સમીર, સાહિલ, સરફરાઝ, ખલીફા રોશના અલીફ,
ખલીફા અપસાના સલમાન (અંજાર)ના નાની તા. 14-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 16-1-2025ના ગુરુવારે સવારે 10થી 11 શેરી નં. 6, મસ્જિદની બાજુમાં, મહેશનગર મુસ્લિમ
જમાતખાના, મુંદરા ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ કાંડાગરાના કચ્છી બ્રહ્મક્ષત્રિય ગં.સ્વ.
વર્ષાબેન શિરીષભાઇ ગજકંધ (ઉ.વ. 58) સ્વ. શિરીષભાઇ જયંતીલાલ ગજકંધના પત્ની, હેમાલી,
હેત્વીના માતા, જિજ્ઞેશ, સેજલ દીપકભાઇ ધાંધા (કોટડા)ના કાકી, સ્વ. સુશીલાબેન જયંતીલાલ
ગજકંધના પુત્રવધૂ, સ્વ. ધનગૌરીબેન રમણીકલાલ પડિયાના પુત્રી, સ્વ. ગીતાબેન પ્રકાશભાઇ
ગજકંધના દેરાણી, ગં.સ્વ. અરુણાબેન બળવંતરાય દુબલ (અમદાવાદ) અને સ્વ. ભાનુમતી ગુલાબદાસ
ભાટિયા (માંડવી)ના ભાભી, સ્વ. રમણીકલાલ ખીમજી ગજકંધ (આદિપુર) અને ગં.સ્વ. સવિતાબેન
ઉમરશી ટાટારિયા (નખત્રાણ)ના ભત્રીજાવહુ, સ્વ. નિર્મળાબેન હરગોવિંદદાસ બોસમિયા (રાજકોટ),
ચંદ્રકાન્તભાઇ, ઉષાબેન કિશોરભાઇ છાટબાર (અમદાવાદ), સ્વ. ઇશ્વરભાઇ, સ્વ. રમેશભાઇ, સ્વ.
હરેશભાઇના બહેન, મિનેષ, નીરવ, જિગ્નીશા હેમેન્દ્ર મેર (રાજકોટ), પ્રીતિ કમલેશ સોનેજી
(માંડવી)ના મામી, હિમાન્શુ અને કિંજલના નાની તા. 14-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 16-1-2025ના ગુરુવારે બપોરે 3.30થી 4.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, બસ સ્ટેશન
પાસે, માધાપર ખાતે.
મિરજાપર (તા. ભુજ) : મૂળ મોટા લાયજાના જયાબેન જંગમ (ઉ.વ.
82) તે હીરાદેરૂના પત્ની, સ્વ. દીપકદેરૂ, સ્વ. કિરણદેરૂ, સ્વ. જયેશદેરૂ, પ્રકાશદેરૂના
માતા, ચંદ્રિકાબેન, જશોદાબેનના સાસુ, પ્રેમદીપ, ચિરાગ, અરુણ, વંદનાના દાદી, કાજલ ચિરાગ
જંગમના પૌત્રવધૂ, નીલ ચિરાગ જંગમના પરદાદી તા. 12-1-2025ના અવસાન પામ્યા છે. ઉઠમણું
તા. 16-1-2025ના ગુરુવારે બપોરે 3થી 4 સાંઇબાબા મંદિર, મિરજાપર ખાતે.
કુકમા (તા. ભુજ) : મૂળ લાખોંદના પ્રેમિલાબેન રવજીભાઇ ચાવડા
(ઉ.વ. 64) તે સ્વ. રવજી ભક્તા ચાવડાના પત્ની, ધનાભાઇ, સ્વ. નારણભાઇ, સામતભાઇ, અંબાલાલભાઇના
ભાભી, સંજયભાઇ, પ્રીતિ, પ્રિયાના માતા, શંભુ, હસમુખ, ભાવેશ, અલ્પેશના કાકી, રુષિ, રુતુલના
મોટીમા, શુભમના દાદી, સ્વ. મેરામભાઇ કરશનભાઇ ગોયલ (મોટા બંધરા)ના પુત્રી, દેવજીભાઇ,
બાબુભાઇ, ચંદુભાઇના બહેન તા. 15-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને ગોકુલધામ
સોસાયટી, કુકમા ખાતે.
વરસામેડી (તા. અંજાર) : ફાતમાબાઇ (ઉ.વ. 88) તે નૂરમામદ બાવાના
પત્ની, ઇબ્રાહિમ, અલીમામદ, રૂકિયાબાઇના માતા, ઓસમાણ ઉમર હોથી તથા ઉમર મંગરિયાના સાસુ
તા. 15-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-1- 2025ના શુક્રવારે સવારે
10થી 11 નિવાસસ્થાને.
ચાંદ્રાણી (તા. અંજાર) : ડાઈબેન લાખાભાઇ રાવલ (ઉ.વ. 95) તે શામજીભાઇ,
કરશનભાઇ, ઠાકરશીભાઇના માતા, દયારામભાઇ, રાજેશભાઈના કાકી, હસમુખભાઈ, મનસુખભાઇ, મહેશભાઈ,
અનિલભાઇ, સુનીલભાઈ, હરેશભાઇ, સુમિતભાઇ, શિવમભાઇ, નૈતિકભાઇ, શિવાન્સભાઇના દાદી, કાર્તિક,
હાર્દિક, નીરજ, કિઆંશ, દિવ્યાંશના પરદાદી તા.
15-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ચાંદ્રાણી ખાતે.
ગુંદિયાળી-શેખાઈબાગ (તા. માંડવી) : નારાણજી પ્રેમજી પેથાણી
(ઉ.વ. 86) તે સ્વ. રતનબેન પ્રેમજી લધા પેથાણીના પુત્ર, હીરબાઈના પતિ, પ્રાણજીવન, મહેન્દ્ર,
કિશોર, ભાવનાબેનના પિતા, સ્વ. જટાશંકર, સ્વ. લાલજી, મિઠુભાઈ, કાંતિલાલ, સ્વ. મોગીબેન
પરસોત્તમ મોતા (મસ્કા), સ્વ. મણિબાઈ શંકરજી મોતા (બાગ/મુંબઈ), સ્વ. જવેરબેન / ગં.સ્વ.
દમીબેન દયારામ જોષી, સ્વ. ગંગાબેન ગવરીશંકર મોતાના ભાઈ, સ્વ. ઝવેરબેન, ગં.સ્વ. કસ્તૂરબેનના
દિયર, હાંસબાઈ, મણિબેનના જેઠ, લક્ષ્મીબેન, કાંતાબેન, મંજુલાબેન, હરેશભાઈ મીઠુભાઈ વ્યાસના
સસરા, પ્રિયેન, બચુ, કિશન, બ્રિજેશ, સુમિત, શિવમ, મિત્તલ, રીંકલ, અનિષાના દાદા, કાજલબેન,
ભક્તિબેન, દીક્ષિતાબેન, સોનાલીબેન, નીલેશભાઈ, મંથનભાઈના દાદા સસરા, દિનેશભાઈ, પ્રભુલાલ,
સ્વ. વિનોદ, રસિક, સ્વ. અશ્વિન, પ્રકાશ, જયેશ, દીપક, ગં.સ્વ. ચંદ્રિકાબેન, દિવાળીબેન,
પુષ્પાબેન, કલાવંતીબેન, ગં.સ્વ. રીટાબેન, મધુબેન, ભુપાલીબેનના કાકા, સ્વ. મીઠાબાઈ જેઠાલાલ
નારાણજી મોતા (મસ્કા)ના જમાઈ, સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. બાબુલાલ, સ્વ. નવીનચંદ્ર, હાંસબાઈ,
મણિબાઈ, મંજુલાબેન, સ્વ. રમીલાબેન, લક્ષ્મીબેન, નિતાબેનના બનેવી તા. 14-1-2025ના અવસાન
પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-1-2025ના ગુરુવારે બપોરે 2થી 5 ગુંદિયાળી રાજગોર સમાજવાડી,
શેખાઈબાગ ખાતે તથા સાસરા પક્ષની પ્રાર્થનાસભા એ જ દિવસે બપોરે 2થી 4 પિયાવા વાડી વિસ્તાર, ક્ષેત્રપાળ દાદા
મંદિરની વાડી, મસ્કા ખાતે.
કોડાય (તા. માંડવી) : જુણેજા નૂરમામદ સિધીક (ઉ.વ. 77) તે જુસબના
પિતા, ઐયુબ સિધીકના મોટા ભાઈ, મ. અલી સાલેમામદના ભત્રીજા, સમાં જુસબ ઉંમર (ભલુભા),
જુણેજા મજીદ હાજી ઈસ્માઈલ (જુણેજા સપ્લાયર્સ)ના સસરા, જુણેજા આમદ અલીમામદ (પોલડિયા)ના
બનેવી, રમજાન, સિધિક, સુલેમાનના મોટાબાપા, કનીઝ ફાતેમાના દાદા બાપા તા. 14-1-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 16-1-2025ના ગુરુવારે સવારે 11થી 12 સિંધી જમાતખાના,
કોડાય ખાતે.
મસ્કા (તા. માંડવી) : કુંભાર મુનીરાબાનુ સલીમ (ઉ.વ. 22) તે કુંભાર
સલીમ હાસમના પુત્રી, કાસમ અને મામદના ભત્રીજી તા. 14-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 16-1-2025ના ગુરુવારે સવારે 10થી 11 નિવાસસ્થાન કુંભારવાડા ખાતે.
વેડહાર મોટી (તા. નખત્રાણા) : સોઢા દેવકુંવરબા ચંદનાસિંહ (ઉ.વ.
109) તે સ્વ. સોઢા ચંદનાસિંહ રતનાસિંહના પત્ની, સવાઈસિંહ ચંદનાસિંહના માતા, સ્વ. ખેતાસિંહ
ઈજતાસિંહ, કાળુજી ઈજતાસિંહ, શંભાસિંહ ઇજતાસિંહના કાકી, સવાઈસિંહ ખેતાસિંહ, નવુભા (પત્રકાર),
પ્રવીણાસિંહ, જુવાનાસિંહ, દાનાસિંહ, લક્ષ્મણાસિંહ, દિલીપાસિંહ, વિક્રમાસિંહ, દશરથાસિંહના
દાદી, શંકરાસિંહ, બહાદુરાસિંહ, હકુમતાસિંહ, દિગ્વિજયાસિંહ., લક્કીરાજાસિંહ, દક્ષરાજાસિંહ,
આર્યદીપાસિંહ, મનદીપાસિંહ, હર્ષરાજાસિંહ, માન્યરાજાસિંહ, હર્ષિતાબાના પરદાદી પ્રણયરાજાસિંહ,
વંશરાજાસિંહના પ્રપોત્રા તા. 14-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન વેડહાર
મોટી ખાતે.
જારજોક (તા. નખત્રાણા) : મૂળ હમલા મંજલના ગોસ્વામી મણિબેન વાલપુરી
(ઉ.વ. 82) તે સ્વ. શંકરપુરી સુંદરપુરીના વધૂ, સ્વ. સુંદરબાઇ મંગલગર (સાંધવ)ના પુત્રી,
રાધાબેન ખીમપુરીના નાના ભાઇના પત્ની, સ્વ. જેરામગર મોતીગર (રાજકોટ), શંભુગર મોતીગર
(નેત્રા)ના ભત્રીજી, પ્રેમિલાબેન પરસોત્તમગર (કોટડી મહાદેવપુરી), મંજુલાબેન તુલસીગર
(આદિપુર)ના માતા, લીલબાઇ વેલગરના ભાભી, પુરબાઇ બુધગર (મંજલ), નર્મદાબેન ભીમપુરી (માધાપર)ના
બહેન, ભરત, દિનેશ, વનિતા, કલ્પના, વૈશાલી, હર્ષદના નાની, સ્વ. નવીનપુરી, મંગલપુરી,
હરેશપુરી, રમેશપુરી, દિનેશપુરી, સ્વ. નરશીપુરી, દમયંતીબેન જવેરગર, લક્ષ્મીબેન રામગરના
કાકી અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-1-2025ના ગુરુવારે બપોરે 3થી
4 જાડેજા સમાજવાડી, જારજોક ખાતે.
વિંગાબેર (તા. અબડાસા) : સરવૈયા અજિતસિંહ (ઉ.વ. 39) તે સરવૈયા
રામુભા વેલુભાના પુત્ર, જુવાનસિંહના નાના ભાઇ, નિત્યરાજસિંહ, મનદીપસિંહના પિતા, પુષ્પરાજસિંહ
અને દિવ્યરાજસિંહના કાકા, સ્વ. વેશુભા વેલુભા, સ્વ. ટપુભા વેલુભા, સ્વ. રૂપુભા વેલુભા,
પાચુભા વેલુભા, જસુભા વેલુભાના ભત્રીજા તા. 15-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી દરબારવાસ,
વિંગાબેર ખાતે.
નારાયણ સરોવર (તા. લખપત) : ઘનશ્યામગિરિ ગુરુ રામરતનગિરિ (ઉ.વ.
70) (મહંત, રામગુફા-નારાયણ સરોવર) તા. 13-1-2025ના અવસાન પામ્યા છે.