• સોમવાર, 20 જાન્યુઆરી, 2025

અંતરજાળમાં ધાણીપાસા ફેંકતા ચાર શખ્સની અટક

ગાંધીધામ, તા. 19 : તાલુકાના અંતરજાળમાં જાહેરમાં ધાણીપાસા ફેંકી નસીબ અજમાવતા ચાર શખ્સોને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 10,200 જપ્ત કર્યા હતા. અંતરજાળનાં ગોપાલ નગરમાં પાણીના ટાંકા સામે ખુલ્લી જગ્યામાં અમુક શખ્સો ધાણીપાસા ફેંકી નસીબ અજમાવી રહ્યા હતા. તેવામાં અચાનક પોલીસ ત્રાટકી હતી અને મેઘપર કુંભારડીના આમિન કરીમ લતીફ શેખ, લાલજી કેશવજી લુહાર, હબીબ હાજી શેખ તથા મેઘપર બોરીચીના પરેશ મણિલાલ ઠક્કર નામના શખ્સોને પકડી પાડયા હતા. આ પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રૂા. 10,200 તથા ધાણીપાસા જપ્ત કરવામાં આવ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd