મુંદરા, તા. 19 : સ્વચ્છ ભારત સમર્થ ભારતના ઉપક્રમે મુંદરામાં
ભારત વિકાસ પરિષદ દ્વારા રવિવારે `મુંદરા મેરેથોન 2.0' દોડ સ્પર્ધા યોજાઈ
હતી, જેમાં 500થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધાનો આરંભ અતિથિવિશેષ મેરેથોનર
જિજ્ઞેશ જેઠવાના હસ્તે કરાયો હતો. આ પ્રસંગે મુંદરા પોલીસ સ્ટેશનના પી. આઈ. શ્રી ઠુમ્મર, સૌરાષ્ટ્ર
/ કચ્છ પ્રાંત પ્રમુખ દીપેન પંડ્યા, પ્રાંત પ્રચાર સંયોજક રાજેન્દ્ર કુબાવત, પ્રાંત
સહસચિવ ભૂષણ ભટ્ટ અને ભારત વિકાસ પરિષદ મુંદરા શાખાના સભ્યો અતિથિવિશેષ પદે ઉપસ્થિત
રહ્યા હતા. પ્રારંભ સરસ્વતિ શિશુ મંદિર બારોઈ રોડથી કરાયો હતો અને પૂર્ણાહુતિ શિશુ
મંદિર સ્કૂલ બારોઈ મધ્યે કરાઈ ત્યારે સમગ્ર નગરનો માનવ મહેરામણ ઊમટી પડ્યો હતો. નિર્ણાયકો
પ્રફુલ્લ બાંભણિયા, રાજેન્દ્ર કુબાવત અને જેશ્વિ બિશ્નોઈ દ્વારા વિજેતાઓ જાહેર કરાયા
હતા.પ્રથમ કેટેગરીમાં 18 વર્ષથી નીચેના સ્પર્ધકોમાં પ્રથમ ક્રમાંકે પિંડોરિયા જય, દ્વિતીય
ગઢવી કરણ અને તૃતીય ઋષભ યાદવ રહ્યા હતા.
18 વર્ષથી ઉપરની કેટેગરીમાં પ્રથમ ક્રમાંકે વિશાલ આહીર, દ્વિતીય પીયૂષચંદ્ર, તૃતીય હેમલ સોલંકી અને 18 વર્ષથી નીચેની કેટેગરી
બહેનોમાં પ્રથમ કિંજલ ગામેતી, દ્વિતીય મીરા વાઘાણી અને તૃતીય વૈભવી સાધુ અને 18 વર્ષથી
ઉપરમાં પ્રથમ પરમાર માધુરીબા, દ્વિતીય ફાલ્ગુની જોશી અને તૃતીય માહીરા માધવાણીને રોકડ
પુરસ્કાર, ગાયત્રી મોલ મુંદરા દ્વારા ગિફ્ટ વાઉચર અને મેડલથી સન્માનિત કરાયા હતા. મેરેથોનના સહયોગી દાતાઓમાં મેઈન સ્પોન્સર તરીકે
વશિષ્ઠ પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી રાજેશ વશિષ્ઠ અને કો-સ્પોન્સર તરીકે આશીર્વાદ ફૂડના
યોગેશ ઠક્કર, ક્રિષ્ના ડેવલપર્સના રઘુવીરાસિંહ જાડેજા સાથેસાથે રાજલ રિટેલ પ્રાઇવેટ
લિ., વિપુલ કન્સ્ટ્રકશનના સુરેશ સોધમ, જલિયાણ કન્સ્ટ્રકશનના ઘનશ્યામભાઈના સહયોગ બદલ
સંસ્થાએ સન્માનિત કર્યા હતા.સ્પર્ધાના સંયોજક મનોજ પરમાર, નીરજ મહેતા અને નિર્મલાસિંહ
પરમાર, રેનીશ રાવ રહ્યા હતા અને કોષાધ્યક્ષ કુલદીપ મોડ અને મહિલા સંયોજિકા પ્રિયંકા
પ્રજાપતિની સાથે પરિષદના મહિલાઓ જોડાયા હતા. પરિષદ મુંદરા શાખાના પ્રમુખ પરાગ સોમપુરાએ
આવકાર અને પરિષદના સચિવ કેતન પ્રજાપતિએ આભારવિધિ કરી હતી. સંચાલન રાજેશ ઠક્કર અને હીરલ
દહીંસરિયાએ કર્યું હતું. એમ્બ્યુલન્સ માટે ગીતા હોસ્પિટલના ડો. કુંદન મોદીએ સહયોગ આપ્યો
હતો.