• સોમવાર, 20 જાન્યુઆરી, 2025

ભુજમાં વિ.ઓ. જૈન ગુર્જર ક્રિકેટ સ્પર્ધા યોજાઈ

ભુજ, તા. 19 : વિશા ઓસવાળ જૈન ગુર્જર યુવક મંડળ દ્વારા અહીંની જૈન વાડી (જૈનવંડા) ખાતે યોજાયેલી વિશા ઓસવાળ જૈન ગુર્જર જ્ઞાતિ ભુજના લાણેદારોની બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં 44 ટીમ ફ્રેન્ચાઈઝીએ ભાગ લીધો હતો. સંસ્થાના પ્રમુખ સ્મિતભાઈ ઝવેરી સહિત કારોબારી સભ્યો, મહિલા મંડળના કારોબારી સભ્યો,  યુવક મંડળના પ્રમુખ અમિતભાઈ શાહ સહિત કારોબારી સભ્યો, નીરવભાઈ મહેન્દ્રભાઈ શાહ, રેશ્માબેન જીતેન્દ્રભાઈ ઝવેરીએ દીપ પ્રાગટય કરી સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. બાળકો, મહિલાઓ, સિનિયર, પુરુષો એમ ચાર કેટેગરીમાં રમાયેલી મેચમાં કિડ્સ કેટેગરીમાં વિજેતા ટીમ માસ્ટર બ્લાસ્ટર (રિશિ મહેતા) તથા રનર્સ અપ ટીમ ગલી બોયઝ (કુશ શાહ), ફિમેલ કેટેગરીમાં વિજેતા ટીમ વોરિયર્સ (સંધ્યા ઝવેરી) તથા રનર્સ અપ ટીમ પાવર હિટર (મૈત્રી શાહ), સિનિયર કેટેગરીમાં વિજેતા ટીમ પીડી ફાઈટર (દિપેશ મહેતા) તથા રનર્સ અપ ટીમ ડાયનામિક લેજેન્ડ (દીપક વોરા), મેલ કેટેગરીમાં વિજેતા ટીમ વીડી સ્ટ્રાઈકર (વિરાજ શાહ) તથા રનર્સ અપ ટીમ સ્માર્ટી ફાઈટર (નિશાંત શાહ) રહી હતી. મેલ કેટેગરીમાં બેસ્ટ બેટ્સમેન ફાલ્ગુન ઝવેરી તથા બેસ્ટ બોલર નીલ શાહ રહ્યા હતા. વિજેતા ટીમને દાતા રસિકલાલ કરમચંદ શાહ દ્વારા રોકડ ઈનામ તથા ફિમેલ કેટેગરીમાં બેસ્ટ પરફોર્મ બાય બેટ માટે પ્રિયંકા તથા બેસ્ટ પરફોર્મ બાય બોલ માટે પલ્લવીને રેશ્માબેન ઝવેરીએ પુરસ્કૃત કર્યા હતા. અમ્પાયર ધીરેનભાઈ, રાજભાઈ, હિરેનભાઈ તથા પ્રેક્ષિતભાઈ રહ્યા હતા. કોમેન્ટેટર તુષારભાઈ, યશભાઈ, વેનિલભાઈ તથા ફેનીલભાઈ રહ્યા હતા. પ્રોજેક્ટ ચેરમેન યુવક મંડળના ઉર્મિશ શાહ તથા અંકિત શાહ રહ્યા હતા. ટૂર્નામેન્ટમાં યુવક મંડળના પ્રમુખ અમિતભાઈ, મલયભાઈ, મોહિતભાઈ, જયભાઈ, પુનિતભાઈ, પાર્થભાઈ, સ્મિતભાઈ, ફાલ્ગુનભાઈ, કેયુરભાઈ તથા મલયભાઈ, સ્નેહલભાઈ, મૌલિકભાઈ, ફેનીલભાઈ, વેનીલભાઈ, નિખિલભાઈ, ધૈર્યભાઈ, પ્રેક્ષિતભાઈ, કરનભાઈ સહિતના સ્પોર્ટ્સ કમિટિના સભ્યોએ સહયોગ આપ્યો હતો. ડાન્સના કોરિયોગ્રાફર કાવ્યા ઉર્મિશ શાહ રહ્યાં હતાં.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd