• સોમવાર, 20 જાન્યુઆરી, 2025

વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ અને દૃઢ મનોબળથી એકાગ્રતા કેળવે

અંજાર, તા. 19 : શારદા સેવાશ્રમ અંજારના ઉપક્રમે અહીંની શેઠ ધર્માસિંહ વલ્લભદાસ સરકારી ઉ. મા. શાળામાં સ્વામી વિવેકાનંદ જયંતીની ઉજવણી કરાઇ હતી, જેમાં છાત્રોમાં મૌલિક વિકાસ વધે તેવા ઉદ્દેશ્ય સાથે વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ હતી. આ પ્રસંગે અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજએ આ શાળા એક ઐતિહાસિક શાળા છે અને અહીંના ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાનું ગૌરવ અનુભવતા હોવાનું જણાવીને વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ, દૃઢ મનોબળ અને એકાગ્રતા કેળવવા આશીર્વચન પાઠવ્યાં હતાં. સ્વામી મંત્રેસાનંદજી મહારાજે વિદ્યાર્થીઓને ધ્યાન દ્વારા એકાગ્રતા પર ભાર મૂકી સ્વામીજીના વિચારોની જ્યોત પ્રજ્વલ્લીત કરવા જણાવ્યું હતું. પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી ભાવેશભાઈ દવેએ જીવનમાં નિયમીતતા, ધ્યેય અને ટાઈમ મેનેજમેન્ટના ગુણો દ્વારા એકાગ્રતા કેળવવા ભાર મૂક્યો હતો તેમજ રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારા કેન્દ્રના સુરેશભાઈ છાયા અને શાળાના આચાર્ય ઉમેશભાઈ વ્યાસે પ્રસંગોપાત વક્તવ્ય આપ્યું હતું. સરસ્વતી વંદના બાદ શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા ઉપસ્થિતોનું પુસ્તક અને શાલથી સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં અંજાર શહેરની જુદી જુદી 6 જેટલી માધ્યમિક અને ઉ. માધ્યમિક શાળાના સ્પર્ધકોએ સ્વામીજીના વિચારો રજૂ કર્યા હતા. સ્પર્ધામાં વિજેતા બાળકોને પ્રોત્સાહિત કરાયા હતા. વકતૃત્વ સ્પર્ધાના નિર્ણાયકો તરીકે નારણભાઈ ધોરિયા અને કલ્પનાબેન મહેતાએ જ્યારે આયોજનને સફળ બનાવવા સુરેશભાઈ છાયા અને રઘુવીરાસિંહ ચૌહાણે સહયોગ આપ્યો હતો. સંચાલન નીલમબેન ગજ્જરે, આભારવિધિ રાહુલભાઈ નાઈએ કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd