ગાંધીધામ, તા. 19 : માસિક ચક્ર, બ્રેસ્ટ ક્રીનિંગ તેમજ સ્કિન, આંખ અને અંગદાન અંગે જાગૃતિ કેળવવાના હેતુથી રોટરી કલબ મુંબઈ ઘાટકોપર
વેસ્ટ દ્વારા મુંબઈથી કચ્છના સફેદ રણ સુધીની કાર રેલીને ગાંધીધામમાં ઉમળકાભેર આવકાર
અપાયો હતો. આ વેળાએ માસિક ચક્ર જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. આ રેલીમાં
ક્રિકેટ અને બાસ્કેટબોલના દિવ્યાંગ ખેલાડીઓ પણ જોડાયા હતા. મુંબઈથી કચ્છના સફેદ રણ
સુધીની મેજિકલ માઇલ્સ કાર રેલીમાં રોટરીના
પાંચ ડિસ્ટ્રીક્ટ 3141, 3142, 3060, 3055 અને 3131 સહિત પાંચ ડિસ્ટ્રીક્ટ અને ગુજરાત,
મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના રોટરી ડિસ્ટ્રીક્ટના સભ્યો જોડાયા હતા. 40
સભ્ય સાથેની આ કાર રેલી ગાંધીધામ આવ્યા બાદ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ડીસ્ટ્રીક્ટ
ગવર્નર ચેતન દેસાઈએ પ્રાસંગિક વકતવ્યમાં ગાંધીધામ
રોટરી કલબની પ્રવૃતિને બીરદાવી હતી. રોટરી
કલબ ઘાટકોપર વેસ્ટના પ્રમુખ શ્રુતિ ધરમશીએ મેજીકલ માઈલ્સ રેલીના હેતુ ઉપર પ્રકાશ પાડયો
હતો. દિપપ્રાગ્ટય સાથે આરંભ કરાયો હતો. માસિકધર્મ જાગૃતિ પ્રકલ્પનું આયોજન કરાયું હતું.
સેવી ઈન્ટરનેશનલની 700 દિકરીને માસિકધર્મ સ્વચ્છતા અંગે સેમિનાર યોજી માહિતી આપવામાં
આવી હતી. આ ઉપરાંત કરૂણા વિહાર કન્યા સદનની 60 છોકરીને માસિકધર્મના સ્વાસ્થ્યને વધુ
સારા બનાવવા માટે સંસાધનોનું વિતરણ કરાયું હતું. મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવા
માટે બ્રેસ્ટ ક્રીનિંગ કાર્યક્રમનું આયોજન
કરાયું હતું. પીડારહીત અને કિરણોત્સર્ગ મુકત ક્રીનિંગમાં 82 મહિલાની તપાસ કરવામાં આવી હતી, જે
પૈકી 6 મહિલાને વધુ તપાસ માટે સુચન કરાયું હતું.
બાદમાં રોટરીના ચારેય ડીસ્ટ્રીક્ટના
સભ્યો અને ગાંધીધામ રોટરી કલબ, ઈન્નરવ્હીલ કલબના સભ્યોની ગાંધીધામ રોટરી કલબથી ઝંડાચોક, જુની કોર્ટ રોડ, ટાગોર રોડ સહીતના મુખ્ય માર્ગોથી થઈ રોટરી ફોરેસ્ટ સુધી સ્કિન, ચક્ષુદાન
અને અંગદાન જાગૃતિ અંગે રેલી યોજાઈ હતી. ગાંધીધામ ખાતે આયોજિત કાર્યક્રમમાં ગાંધીધામ
રોટરી કલબના પ્રમુખ પુર્વેશ રાવલ, સેક્રેટરી નિલેશ માલસતર, મિતેશ ધરમશી,
અસીમ મડૈયાર, પંકજ મોરબીયા, જયદેવસિંહ
વાઘેલા, ઈન્નરવ્હીલ કલબના પ્રમુખ નિલમ તિર્થાણી, દિપ્તી ધરમશી, પુજા ઠક્કર, નિતા નિહાલાની,
હેમાલી મહેતા, દિપ્તી ઘીરીયા, ક્રિષ્ના મડૈયાર
સહયોગી બન્યા હતા.આ વેળાએ આસીસ્ટન્ટ ગવર્નર રવિન મડૈયાર, નંદલાલ ગોયલ, અંકિત સત્રા, ઘેલાભાઈ આહીર,અશ્વિન જૈન, અનુપ
ધીરીયા, હિતેન્દ્ર અગ્રવાલ, જસવંત આહીર, રોહીત
ઠક્કર, રાહુલ અનમ, રમેશ અડવાણી ઉપસ્થિત રહ્યા હતા. રેલીના કો-ઓર્ડીનેટર અરૂણ ગર્ગ,
જયેશ બદાની, તેજશ રાને, દિપક જૈન, શાલીની શેરપાસ,
કલબ સેક્રેટરી અરૂણ ગનપતિ, અશિમ શાહ વિગેરે મુંબઈથી કચ્છ સુધીની રેલીમાં સહયોગી બન્યા
હતા.