• મંગળવાર, 30 એપ્રિલ, 2024

ચીનને ભારતનો જવાબ

ભારત અને ચીનની વચ્ચે અરુણાચલ પ્રદેશને લઈ વિવાદ વણસી રહ્યો છે. કેટલાક દિવસો પહેલાં ચીનની સરકારે અરુણાચલનાં વિભિન્ન સ્થળોનાં 30 નવાં નામની ચોથી યાદી બહાર પાડી હતી. ડ્રેગનની નાપાક હરકત પર મોદી સરકારે આકરા પ્રત્યાઘાત આપ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચીનના નિર્ણયની ઘોર ટીકા કરતા પ્રત્યાઘાત આપતાં કહ્યું છે કે, અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે, હતું અને હંમેશાં રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશમાં બનેલી `સેલા ટનલ'ના મહત્ત્વનો પણ ઉલ્લેખ કર્યો છે. વિશ્વની સૌથી લાંબી ડબલ લેન ટનલ છે, તેમણે કહ્યું છે કે, વાસ્તવિક વ્યૂહાત્મક ગેમ ચેન્જર છે, જે તવાંગને દરેક મોસમમાં કનેક્ટિવિટી પ્રદાન કરે છે. પૂર્વ-ઉત્તર ભારતના વિકાસનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, વિસ્તાર નવા ભારતની સૌથી મોટી સફળતાની ગાથા છે. ટનલના કારણે ચીન સીમા સુધી અંતર લગભગ 10 કિલોમીટર જેટલું ઓછું થઈ ગયું છે. એલએસી એટલે લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલની નજીક બની છે, જેનાથી ચીન સીમા સુધી જલદી પહોંચી શકાશે. એલએસી નજીક ભારત જેટલા પ્રમાણમાં પ્રકારની વધુ સુવિધા વિકસિત કરશે, એટલું બીજિંગ અસ્વસ્થતા અનુભવશે. આવી પરિસ્થિતિમાં સીમાનો મુદ્દો અરુણાચલ પ્રદેશનો મુદ્દો છંછેડવો બીજિંગ માટે સૌથી સરળ માર્ગ હશે અને ભારત આના માટે પણ તૈયાર છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તાજા નિવેદનથી સ્પષ્ટ થાય છે. ભારતના દાવાને અમેરિકાએ પણ પહેલાં ટેકો આપ્યો છે અને આજે પણ તે આપણી પડખે છે. અમેરિકાના વિદેશ વિભાગના એક વરિષ્ઠ સભ્યે કહ્યું છે કે, યુએસ સરકાર અરુણાચલ પ્રદેશને ભારતનો અવિભાજ્ય ભાગ માને છે. ચીનની સીમાને અડીને આવેલા ઈશાન ભારતના રાજ્ય પર દાવો કરતા કોઈપણ એકતરફી કાર્યવાહીનો તેમણે ભારે વિરોધ કર્યો છે. ચીન દ્વારા અરુણાચલ પ્રદેશનાં સ્થળોનાં નામ બદલવાની કવાયતને ભારત નકારતું આવ્યું છે. ભારતનું કહેવું છે કે, રાજ્ય દેશનું અભિન્ન અંગ છે અને કાલ્પનિક નામ આપવાથી વાસ્તવિક્તા પર કોઈ અસર નહીં થાય. થોડાક દિવસ પહેલાં વિદેશપ્રધાન એસ. જયશંકરે ચીનની ટીકા કરતાં કહ્યું  હતું કે, ચીન દ્વારા અરુણાચલનાં સ્થળોનાં નામ બદલવાના પ્રયાસથી વાતનો ઈન્કાર કરી શકાય કે, અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે અને રહેશે, તેમણે કહ્યું હતું કે, અરુણાચલ પ્રદેશ ભારતનું રાજ્ય છે અને ભવિષ્યમાં પણ રહેશે. જયશંકરે કહ્યું કે, નામ બદલવાથી કંઈ હાસલ નહીં થાય. જો હું તમારા ઘરનું નામ બદલી નાખું તો શું મારું થઈ જશે?

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang