• ગુરુવાર, 16 મે, 2024

નખત્રાણા પંથકના લોકોએ સત્તા પરિવર્તનનું મન બનાવ્યું છે

ભુજ, તા. 28 : નખત્રાણા પંથકના લોકોએ સત્તા પરિવર્તનનું મન બનાવી લીધું છે. તાલુકામાં શાસકપક્ષ વિરુદ્ધની લહેર હોવાનો દાવો લોકસભા કચ્છ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નીતેશભાઇ લાલણે કર્યો હતો. કચ્છ લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નીતેશ લાલણ માતંગનું પ્રચાર અભિયાન કચ્છના બારડોલી પંથક નખત્રાણા ખાતે બીજા તબક્કામાં પહોંચ્યું હતું. જેમાં ઉમેદવારને ઉમળકાભેર આવકાર મળ્યો હતો. પ્રવાસ દરમ્યાન નખત્રાણા પંથકના લોકોમાં સરકારનો વિરુદ્ધ જોવા મળ્યો હતો. ઉમેદવાર સાથે નખત્રાણા તાલુકા પ્રમુખ રાજેશ આહીર, વિપક્ષી નેતા કેતન પાંચાણી, ડો. શાંતિલાલ સેંઘાણી, રામદેવસિંહ જાડેજાના નેતૃત્વ તળે કોંગ્રેસની ટીમનું નખત્રાણા, મંગવાણા, કોટડા (રોહા), અંગિયા નાના, રામપર રોહા, મંજલ, વિથોણ વિ. મુખ્ય ગામોમાં સ્વાગત કરાયું હતું. કોંગ્રેસના આગેવાનોએ લોકો સમક્ષ ભ્રામક પ્રચારથી સાવધ રહેવા તથા ખેડૂતો, માલધારીઓ, ટ્રાન્સપોર્ટરો તથા ગરીબ પ્રજા તથા માલધારી સમુદાયના સતત થતા અહિતના મુદા્ વર્ણવી કોંગ્રેસ તરફી વાતાવરણમાં વધુમાં વધુ મતદાન કરવા અને કામે લાગી જવા અનુરોધ કર્યો હતો. પ્રસંગે પ્રવાસમાં નીતેશ લાલણે સૌને સાથે રહેવા ખાતરી આપી ધીણોધર જાગીર મહંતના આશીર્વાદ મેળવ્યા હતા. પ્રવાસમાં હિંમતસિંહ સોઢા, મામદ જુંગ જત, અશ્વિન રૂપારેલ, પના રબારી, લખીબેન રબારી, રાજેશ ભાનુશાલી, મહિપતસિંહ જાડેજા (વડવા), જીતુભાઇ ચૌહાણ, કિશોરસિંહ સોઢા, વેરશી મહેશ્વરી, ચુનીલાલ ગરવા, હિતેશ મહેશ્વરી, અશ્વિન પાંચાણી, મણીલાલ મુખી, શિવુભા જાડેજા, લખન ધુવા, ઇકબાલ સોઢા, કાનજી જયપાલ, અમૃતભાઇ પટેલ, રમેશ સીજુ, સંગીતાબેન રૂડાણી, હંસાબેન પાંચાણી, નાનજી નાકરાણી, મંગલભાઇ રબારી, નરેશ ફૂલૈયા, સૈયદશા બાવા લોહાર, મીઠુભાઇ પાંચાભાઇ, નરેશ શાહ, વાલજીભાઇ પટેલ, ઓસમાણ સુમરા, દિલીપ મહેશ્વરી, સલીમ ચાકી, ગોવિંદ પટેલ (ઘડાની), મંગલ કટુઆ, યોગેશ પોકાર, વિશનજી પાંચાણી, રવજીભાઇ આહીર, રમેશદાન ગઢવી, ઉમર કુંભાર, હરિભાઇ આહીર, લખમીર રબારી સાથે રહ્યાનું જિલ્લા મીડિયા કો-ઓર્ડિનેટર ગનીભાઇ કુંભાર તથા સંકલન વિભાગના ધીરજ ગરવા દ્વારા યાદીમાં જણાવાયું હતું. ઉપરાંત આજે સવારે મુંદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ઇન્ડિયા એલાઇજ કોંગેસ અને આપના કાર્યકરો તથા ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અનેક સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ખૂલું મુકાયું હતું. કોંગ્રેસ અને આપ અને ક્ષત્રિય સમાજના લોકોએ બૂથો પર મેનેજમેન્ટ વિશે ચર્ચા કરી હતી. કોંગ્રેસના નીતેશ લાલણ વધુ લીડથી કેમ જીતે તે અંગે પણ ચર્ચા-વિચારણા કરાઇ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang