• મંગળવાર, 07 મે, 2024

આદિપુર માતાલક્ષ્મી શાળાના છાત્રો માટે ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ

ગાંધીધામ, તા. 26 : અહીંની માતાલક્ષ્મી રોટરી ચેરિટેબલ ટ્રસ્ટ તળે સંચાલિત શાળાના ધો. 5થી 8ના વિદ્યાર્થીઓ માટે ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ હતી. ગાંધીધામ ઈન્નરવ્હીલ ક્લબના  ક્રિકેટ કિટના સહકાર સાથે આયોજિત ટૂર્નામેન્ટના પ્રારંભમાં સંસ્થાના મંત્રી કે.સી. અગ્રવાલે ટોસ ઉછાળીને મેચનો આરંભ કરાવ્યો હતો.ઈન્નરવ્હીલ ક્લબ પ્રમુખ હિમાલી મહેતા, મંત્રી હિના જ્ઞાનચંદાણી?દ્વારા ક્રિકેટ કિટ અર્પણ કરાઈ હતી. ટૂર્નામેન્ટના અંતમાં વિજેતા ટીમ ઉપરાંત બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન વિગેરેને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. અમ્પાયર તરીકે મેહુલ ભટ્ટ અને શ્રી ગાંધીએ સેવા આપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang