• ગુરુવાર, 16 મે, 2024

`સંઘ સદાય અનામતના પક્ષમાં'

હૈદરાબાદ, તા. 28 : દેશમાં 18મી લોકસભા ચૂંટણી પહેલાં એક વીડિયો વાયરલ થતાં અનામત મુદ્દે જામેલા નિવેદનબાજીના દોર વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સુપ્રીમો મોહન ભાગવતે રવિવારે જણાવ્યું હતું કે, સંઘે કદી પણ કેટલાક ખાસ વર્ગને અપાતા અનામતનો વિરોધ કર્યો નથી. બીજી તરફ દેશના ગૃહમંત્રી અને કેસરિયા પક્ષના કદાવર નેતા અમિત શાહે પણ કહ્યું હતું કે, જ્યાં સુધી ભાજપ છે, ત્યાં સુધી કોંગ્રેસ અનામતને હાથ પણ નહીં લગાડી શકે. હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં બોલતાં ભાગવતે કહ્યું હતું કે સંઘ માને છે કે જ્યાં સુધી આરક્ષણની જરૂર છે ત્યાં સુધી ચાલુ રહેવું જોઈએ. અનામતને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા શબ્દયુદ્ધ બાદ ભાગવતે વાતનો પુનરુચ્ચાર કર્યો હતો.  ભાગવતે કહ્યું હતું કે, જ્યારે હું અહીં આવ્યો ત્યારે એક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો કે આરએસએસ અનામત વિરુદ્ધ છે. અમે વિશે બહાર વાત કરી શકતા નથી. હવે સાવ ખોટું છે. સંઘ શરૂઆતથી બંધારણ મુજબ તમામ અનામતનું સમર્થન કરતો આવ્યો છે.  ભાગવતે પણ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નાગપુરમાં કહ્યું હતું કે જ્યાં સુધી સમાજમાં ભેદભાવ છે ત્યાં સુધી આરક્ષણ ચાલુ રાખવું જોઈએ. સમાજમાં ભેદભાવ છે, ભલે દેખાતો હોય.  ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા પ્રમોદ કૃષ્ણનો જૂનો વીડિયો વાયરલ થયો હતો.  કોંગ્રેસના પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં તે અનામત હટાવવાની વાત કરતાં જોવા મળી રહ્યા છે.  વીડિયો વાયરલ થયા બાદ પ્રમોદ કૃષ્ણને કહ્યું, વીડિયો એક વર્ષ જૂનો છે, 24 સપ્ટેમ્બર, 2023નો છે. ભાષણ પણ અડધું પૂરું થઈ ગયું છે, હવે કોંગ્રેસના મેનેજર એના પર ટ્વિટ કરીને નિવેદનો આપી રહ્યાં છે. મને કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીએ પણ સંદર્ભમાં કંઈક કહ્યું અથવા લખ્યું છે. તેઓ તેને વડાપ્રધાન મોદી સાથે જોડી રહ્યા છે.  રાહુલ ગાંધીએ કહ્યું હતું, ભાજપ વંચિતો પાસેથી આરક્ષણ છીનવી લેવા માગે છે. રાહુલ ગાંધીએ હેવ ટુ ડિસ્ટ પર પોસ્ટ કરી હતી. તેઓ .જા., પછાત વર્ગો અને આદિવાસીઓનું આરક્ષણ છીનવીને દેશ ચલાવવામાં તેમની ભાગીદારી ખતમ કરવા માગે છે, પરંતુ બંધારણ અને અનામતની રક્ષા માટે કોંગ્રેસ ભાજપના માર્ગમાં ખડકની જેમ ઊભી છે, જ્યાં સુધી કોંગ્રેસ છે ત્યાં સુધી દુનિયાની કોઈ શક્તિ વંચિત લોકો પાસેથી તેમની અનામત છીનવી શકશે નહીં. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang