• ગુરુવાર, 16 મે, 2024

ગુજરાત પર બેંગ્લોરની ધાક બેસાડતી જીત

અમદાવાદ તા. 28 : ઇંગ્લેન્ડના સ્પિન ઓલરાઉન્ડર વિલ જેક્સની 10 છક્કાથી ઝંઝાવાતી સદીની મદદથી અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ગુજરાત ટાઈટન્સ વિરૂધ્ધ રોયલ ચેલેન્જર્સનો 9 વિકેટે વિરાટ વિજય થયો હતો. ગુજરાતના 3 વિકેટે 200 રનના જવાબમાં આરસીબીએ 24 દડા બાકી રાખીને ફકત એક વિકેટ ગુમાવીને 16 ઓવરમાં 206 રન કરી મહાજીત મેળવી હતી. વિલ જેકસ 16મી ઓવરના આખરી દડે વિનિંગ સિકસ ફટકારીને તેની સદી પૂરી કરી હતી. જેકસ ફકત 41 દડામાં ચોગ્ગા અને 10 છગ્ગા સાથે 100 રને નોટઆઉટ રહ્યો હતો. તેણે પોતાની અર્ધસદી 31 દડામાં પૂરી કરી હતી. પછીના 0 રન તેણે માત્ર 10 દડામાં બનાવ્યા હતા. દરમિયાન જેકસે 1પમી અને 16મી ઓવરમાં મોહિત-રાશિદની ધોલાઇ કરીને 29-29 રન ફટકારી રનનું રમખાણ સજર્યું હતું. વિરાટ કોહલી 44 દડામાં 6 ચોગ્ગા-3 છગ્ગાથી સાથે 70 રને નોટઆઉટ રહ્યો હતો. બન્ને વચ્ચે બીજી વિકેટમાં 74 દડામાં 166 રનની તાબડતોબ અતૂટ ભાગીદારી થઇ હતી. દરમિયાન ગુજરાતના તમામ બોલરોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આરસીબીનો આઇપીએલમાં બીજો સૌથી વધુ સફળ લક્ષ્યવેધ છે. પહેલા 2010માં પંજાબ સામે 204  રનનો વિજય લક્ષ્ય પાર પાડયું હતું. પહેલા ટોસ હાર્યાં બાદ પહેલી બેટિંગ કરનાર ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 3 વિકેટે 200 રન કર્યાં હતા. જેમાં સાઇ સુદર્શનની 49 દડામાં 8 ચોગ્ગા-4 છગ્ગાથી 84 રનની અણનમ ઇનિંગ મુખ્ય હતી. મિલર પણ 26 રને નોટઆઉટ રહ્યો હતો. પીંચ હિટર શાહરૂખ ખાને 30 દડામાં 3 ચોગ્ગા- છગ્ગા સાથે ઝડપી 8 રન કર્યાં હતા. કપ્તાન ગિલ 16 રનની સુસ્ત ઇનિંગ રમી આઉટ ગયો હતો. સાહા ()ની નિષ્ફળતા ચાલુ રહી હતી. સિરાજ, સ્વપ્નિલ અને મેકસવેલે 1-1 વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang