• મંગળવાર, 07 મે, 2024

રસાકસી બાદ પાક. સામે કિવિઝનો આખરી દડે વિજય

લાહોર, તા.26 : ટોચના ખેલાડીઓની અનુપસ્થિતિ છતાં ન્યુઝીલેન્ડની ટીમે પાકિસ્તાન વિરુદ્ધની મેચની ટી-20   સિરીઝમાં 2-1ની મહત્ત્વની સરસાઇ મેળવી છે. શ્રેણીની ચોથી મેચ ગઇકાલે લાહોરના ગદાફી સ્ટેડિયમમાં રમાઇ હતી. જેમાં આખરી દડા સુધીની રસાકસી બાદ ન્યુઝીલેન્ડનો 4 રને રોમાંચક વિજય થયો હતો. ટોસ હાર્યાં બાદ પહેલા બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે ઓપનર ટિમ રોબિન્સનની અર્ધસદીની મદદથી 7 વિકેટે 178 રન કર્યાં હતા. જવાબમાં પાકિસ્તાન ટીમના 20 ઓવરના અંતે 8 વિકેટે 174 રને અટકી હતી. પાકિસ્તાનને જીત માટે આખરી દડા પર સિકસર ફટકારવાની જરૂર હતી, પણ જિમ્મી નિશામ સામે છેલ્લા દડે ઇમાદ વસીમ 1 રન કરી શકયો હતો.  આખરી અને પાંચમી મેચ 27 એપ્રિલે રમાશે. જે ફાઇનલ સમાન બની રહેશે. કિવિઝ જીત માટે પાક. શ્રેણી બચાવવા માટે ઉતરશે. ન્યુઝીલેન્ડ તરફથી ઓપનર ટિમ રોબિન્સને 36 દડામાં 1, ટોમ બ્લંડેલે 28, ડેન ફોકસક્રોફટે 34 અને કેપ્ટન માઇકલ બ્રેસવેલે 27 રન કર્યાં હતા.  અબ્બાસ અફ્રિદીએ 3 વિકેટ લીધી હતી. જવાબમાં પાક.ની શરૂઆત સારી રહી હતી. કપ્તાન બાબર () સહિતના ટોચના ક્રમના બેટધરોને નિષ્ફળતા વચ્ચે ફખર જમાને 61 રન કર્યાં હતા. આખરમાં ઇફ્તિખાર અહેમદે 23 અને ઇમાદ વસીમે અણનમ 22 રન કરી મેચ રોમાંચક બનાવ્યો હતો. વિલિયમ ઓરૂકેએ 37 રનમાં 3 વિકેટ લીધી હતી. તે પ્લેયર ઓફ મેચ જાહેર થયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang