• રવિવાર, 22 ફેબ્રુઆરી, 2026

ઓસી. ની હાર, ભારતે શ્રેણી જીતી

નવી દિલ્હી, તા. 21 : ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ વચ્ચે રમાયેલી ટી-20 શ્રેણીની નિર્ણાયક મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે દમદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઇન્ડિયાએ ત્રણ મેચની ટી-20 શ્રેણીના અંતિમ મુકાબલામાં જીત મેળવવાની સાથે શ્રેણી ઉપર પણ કબજો કર્યો છે. ઓસ્ટ્રેલિયા સામે 177 રનનું લક્ષ્ય હતું, જો કે ટીમ 20 ઓવરમાં 179 રન જ કરી શકી હતી અને ભારતે 17 રને મેચ અને 2-1થી શ્રેણી પોતાનાં નામે કરી હતી. મેચમાં સ્મૃતિ મંધાના પ્લેયર ઓફ ધ મેચ બની હતી. જેણે 82 રનની મહત્ત્વની ઇનિંગ રમી હતી. મેચમાં ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટનાં નુકસાને 176 રન કર્યા હતા. ઓપનર સ્મૃતિ મંધાનાએ 55 બોલમાં 8 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 82 રન કર્યા હતા જ્યારે જેજિમા રોડ્રીગ્સે 46 બોલમાં 59 રનની મહત્ત્વની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત રિચા ઘોષે 18 રન કર્યા હતા. મેચમાં સ્મૃતિ અને જેમિમા વચ્ચે 82 બોલમાં 121 રનની નિર્ણાયક ભાગીદારી થઈ હતી. જીત માટે 177 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ દબાણમાં લાગી રહી હતી અને માત્ર 32ના કુલ સ્કોરે 3 વિકેટ ગુમાવી દીધી હતી. બાદમાં નિયત સમયે વિકેટોનું પતન થતાં 20 ઓવરમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 159 રન જ કરી શકી હતી અને નવ વિકેટ ગુમાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી  એશલે ગાર્ડનરે સંઘર્ષ કર્યો હતો અને 45 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 57 રન કર્યા હતા. આ ઉપરાંત ફિબિ લિચફિલ્ડે 26 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી શ્રેયા પાટિલ અને શ્રી ચરણીએ 3-3 વિકેટ લીધી હતી. જ્યારે અરુંધતી રેડ્ડીને બે વિકેટ મળી હતી. રેણુકા સિંઘે એક સફળતા મેળવી હતી.  

Panchang

dd