ગાંધીધામ, તા. 21 : ભચાઉમાં કોઈ કારણસર એસિડ પી જનાર સુમિત્રાબેન રણજીતભાઈ દત્ત
(ઉ.વ. 47)નું મૃત્યુ થયું હતું. શહેરના
ફૂલવાડી વિસ્તારમાં રહેતા સુમિત્રાબેને પોતાના ઘરમાં ગત તા. 19/2ના 17.30 વાગ્યાના અરસામાં કોઈ કારણોસર
એસિડ પીધું હતું. ત્યારબાદ તેમને ખાનગી આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવાયા હતા. દરમ્યાન ચાલુ સારવારે રાત્રે 21.34 વાગ્યાના અરસામાં તેમણે આંખો
મીંચી લીધી હતા. પોલીસે અકસ્માત નોંધના આધારે
વધુ છાનબીન આરંભી છે.