• રવિવાર, 22 ફેબ્રુઆરી, 2026

રતનાલમાં જાહેરમાં જુગાર રમતા બે ખેલી જબ્બે : ત્રણ ફરાર

અંજાર, તા. 21 :તાલુકાના રતનાલમાં  પોલીસે જાહેરમાં જુગાર રમતા બે ખેલી ઝડપાયા હતા. આ  કાર્યવાહીમાં ત્રણ આરોપી પોલીસેને હાથતાળી આપવામાં સફળ રહયા હતા. રતનાલ રેલવે પાટાની બાજુમાં બાવળની ઝાડીમાં જુગાર રમતો હોવાની પૂર્વબાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો.દરમ્યાન  આરોપી  વાલાભાઈ જીવાભાઈ રવાભાઈ માતા (આહીર) તથા રણછોડભાઈ હિરાભાઈ સવાભાઈ માતા (આહિર)  રોકડા રૂા.20હજાર સાથે જુગાર રમવાના આરોપસર પકડાયા હતા. પોલીસે નાસીછુટેલા ભીમજી વાસણ છાંગા,હારૂભાઈ બુઠ્ઠાભાઈ બાફણ તેમજ હિરજી ઉર્ફે હિરાભાઈ મગાભાઈ મહેશ્વરી ને પકડી પાડવા સહિતની દિશામાં તપાસ આરંભી છે. 

Panchang

dd