રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : આર્ટિફિશિયલ ઈન્ટલિજન્સના
ક્ષેત્રમાં વિકાસ અને વિનાશની ચર્ચા ઘણા વર્ષોથી થઈ રહી હતી. મુખ્યત્વે માનવીના દિમાગનું
કામ હવે કૃત્રિમ - યાંત્રિક દિમાગ કરે અને માનવીનું કામ યંત્ર માનવ કરે તો આપણી જરૂર
શું છે ? મોટરકાર આપમેળે- સ્વસંચાલિત હોય તો ડ્રાઈવરની
શી જરૂર ? વિશ્વમાં બેકારી વધશે અને પરિણામે અશાંતિ-અરાજકતા સર્જાશે
એવી શંકા અને શક્યતા ગંભીર છે. આધુનિક ટેક્નોલોજી `ભસ્માસુર' જેવી છે ! સદુપયોગ કરતાં દુરુપયોગ વધુ થાય જ.
આ બાબતમાં ચર્ચા થઈ છે પણ વિચારણા નહીં ! આખરે ભારત - વડાપ્રધાન નરેન્દ્રભાઈએ `એઆઈ'ને `જવાબદાર' બનાવવાની દિશામાં પહેલ કરી અને વિશ્વના દેશોને
આમંત્રણ આપ્યું. આવો આ વિષયના સારાસાર - લાભ - ગેરલાભની ચર્ચા-વિચારણા કરીએ. માનવજીવન
માટે થનારા લાભ વિચારીએ અને વિશ્વના 100 દેશોએ નવી દિલ્હીની `િશખર પરિષદ'માં ભાગ લીધો. જે ક્ષેત્ર અને વિષયમાં માત્ર અમેરિકા અને ચીનની ઈજારાશાહી છે
ત્યાં `ત્રીજા વિશ્વ'ના હિતની ચર્ચા થઈ અને અવાજ ઊઠયો. આવી આગેવાની
લેવાનો વિચાર ભારતને, નરેન્દ્ર મોદીને જ આવ્યો અને સૌએ વધાવી
લીધો. ભારતનાં જ્ઞાન અને વિજ્ઞાનનો પરિચય વિશ્વને થયો. અમેરિકાએ ટેરિફ આક્રમણથી યુરોપ
સહિત તમામ દેશોને પડકાર્યા, ઝુકાવવાની શરૂઆત કરી. ભારતે શાંતિ
અને સાવચેતીથી જવાબ આપ્યો. યુરોપ સાથે વ્યાપાર સમજૂતી કરી. 38 દેશ સાથે વ્યાપારની વ્યવસ્થા
કરી. વ્યાપાર મોરચે વ્યાપરપ્રધાન પીયૂષ ગોયલ હતા તેવી જ રીતે એઆઈ મોરચે અશ્વિની વૈષ્ણવ
છે. અમેરિકા અને ચીનની શત્રસ્પર્ધા અને એઆઈના ઈજારા સામે ભારતે `ત્રીજા વિશ્વ'ને જગાડયું છે ! ભૂતકાળમાં જવાહરલાલ નેહરુએ `તટસ્થ'
દેશોનું ગ્રુપ ઊભું કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. હવે સમય અને સંજોગો
બદલાયા છે. આઈટી ક્ષેત્રે ભારત આગળ છે. ડિજિટલ વ્યવહારમાં પણ ભારતે પહેલ કરી છે. અમેરિકા
અને અન્ય વિકસિત દેશોમાં કાર્ડમની પ્લાસ્ટિક કાર્ડ ઉપર વહેવાર ચાલે છે, જ્યારે ભારતમાં પાનવાળા અને ફેરિયાઓથી લઈ મહિલાઓ અને કિસાનો સુધી ડિજિટલ વ્યવહાર
સામાન્ય છે. આમજનતા - ગ્રાહકલક્ષી ક્રાન્તિ સફળ થઈ રહી છે. ભારતમાં નવી ટેક્નોલોજી
સ્વીકૃત થઈ છે અને સમાજને લાભ થયો છે. સામાજિક સશક્તીકરણ માટે ટેક્નોલોજીનું યોગદાન
મોટું છે. પરિણામે આર્થિક વિકાસની નવી દિશાઓ ખૂલી છે. `આધાર'
કાર્ડ - જનકલ્યાણ માટેની નાણાકીય સહાય લાભાર્થીને ડાયરેક્ટ પહોંચે છે
- દલાલ - દલાલી નથી. યુપીઆઈ પેમેન્ટની ક્રાન્તિ સૌ સ્વીકારે છે. કોવિડ વખતે જે ઝડપથી
રસીકરણ દેશ-વિદેશ વ્યાપી થયું તે ભારતની વ્યવસ્થા શક્તિનો પુરાવો છે. નાગરિકો - ગ્રાહકોને
ભારતની નવી ટેક્નોલોજીના વિકાસનો લાભ મળ્યો તે વિશ્વના - વિકસિત દેશોએ પણ જોયું,
સ્વીકાર્યું છે. તમામ શંકા - આશંકા ખોટી સાબિત થઈ છે. `આધાર'ના ડેટા -માહિતી ખાનગી રહેવા અંગે હજુ શંકા છે જ. સાયબર ક્રાઈમમાં ઉચાપત -
છેતરપિંડીના કિસ્સા વિકસિત દેશોમાં પણ વધી રહ્યા છે ત્યારે નવી દિલ્હીની શિખર - પરિષદમાં
કોઈ માર્ગ - ઉપાય સૂચવાશે ? મૂળ પ્રશ્ન - નવી ટેક્નોલોજી - એઆઈ
લોકોને કેવી રીતે લાભકારક બનશે ? શિક્ષણ અને સ્વાસ્થ્યથી લઈને
શાસનતંત્ર - લોકતંત્ર ઉપરના `આક્રમણ' કેવી
રીતે ખાળશે ? મોબાઈલ ફોન સાથે વોટ્સએપ આવ્યા અને ચૂંટણીમાં લોકમત
પલટાવી નાખવામાં ભાગ ભજવ્યો ! પણ તેનો દુરુપયોગ થાય છે તે આપણે જોયું છે. હવે વિકસિત
દેશો પણ લોકોની ઊગતી પેઢી - કિશોર અવસ્થાના વર્ગની બરબાદી બચાવવાનાં પગલાં લઈ રહ્યા
છે. એઆઈ તો તેનાથી ઘણું આગળ છે. `એઆઈ'નાં પરિણામે
માઈક્રોસોફ્ટથી લઈને ટાટા કન્સલ્ટન્સી સુધી હજ્જારો કર્મચારીની છટણી થઈ છે. હવે ટેક્નોલોજીનો
વ્યાપક ઉપયોગ શરૂ થઈ રહ્યો છે, ત્યારે ભારતમાં બેકારી વધે તેવી
શક્યતા છે. નાણાપ્રધાનના બજેટ પૂર્વેના આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું હતું કે,
ભારતમાં દર વર્ષે 80 લાખ નવા કામ-નોકરીની જરૂર ઊભી થાય છે. આગામી વર્ષોમાં આ મોટો
પડકાર હશે. આપણે નવી રોજગારીની તક ઊભી કરી શકીએ તેના કરતાં બેકારીની ગતિ વધુ હશે -
આથી સજાગ રહેવાની જરૂર છે. વડાપ્રધાન મોદી કહે છે : યુવા વર્ગને રોજગારીની ચિંતા છે, પણ ભય સામે સતર્ક રહીને તૈયારી કરવી જોઈએ -ભય
અને અનિશ્ચિત સ્થિતિનો આ ઉપાય છે. આથી જ સરકારે કૌશલની (સ્કીલિંગ)ની તાલીમ આપીને એઆઈ
આધારિત ભવિષ્ય માટે યુવા વર્ગને તૈયાર કરવાનો નિર્ણય કર્યો હતો. ઈતિહાસ જુઓ તો ટેક્નોલોજીના
કારણે કામ-રોજગાર ગયા નથી પણ નવી તક - અવસર મળ્યા છે. નવી ટેક્નોલોજીમાં પણ આપણા અર્થતંત્રમાં
કૌશલ્યવાન યુવાનોની ભરતી થશે. હકીકતમાં કેન્દ્ર સરકારના બજેટમાં પણ સાર્વત્રિક સુધારા
એક્સપ્રેસ ઉપરાંત એઆઈના વ્યાપક ઉપયોગ સાથે જરૂરી કેન્દ્રો - સંશોધન ઈનોવેશન માટે જોગવાઈ
કરવામાં આવી છે. અત્યારે જે શિખર પરિષદ યોજાઈ છે, તેની પૂર્વ
તૈયારી બજેટમાં જ થઈ હતી. આ પરિષદનો લોગો - મંત્ર પણ સર્વજનહિતાય, સર્વજન સુખાય છે. આ મંત્ર અર્થપૂર્ણ છે. નવી ટેક્નોલોજી ધનાઢય વિકસિત દેશોનો
ઈજારો રહે નહીં, વિશ્વમાં સૌને તેનો લાભ મળે - પ્રદેશ,
વ્યક્તિની આવક અથવા કોઈ પણ ભેદભાવ વિના - શહેર અને ગ્રામ્યજનતાને પણ
લાભ મળવો જોઈએ. અત્યારે માત્ર ઇંગ્લિશ ભણેલાને લાભ મળે છે તેના સ્થાને ગમે તે ભાષા
હોય - લાભ સૌને મળવો જોઈએ. વડાપ્રધાને `અમૂલ'નો અનુભવ
અને સિદ્ધિ ટાંકતાં કહ્યું છે કે, 36 લાખ મહિલાને પશુધનનાં સ્વાસ્થ્ય અને દૂધ ઉત્પાદકતાની સમયસર માહિતી
ગુજરાતી ભાષામાં મળી રહે છે. કોઈ જાતના - પ્રકારના ભેદભાવ વિના તમામ લાભાર્થી હોય તેનું
ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. કૃષિ ક્ષેત્રે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકના કિસાનોએ વાવણીને
લગતી માહિતી અને માર્ગદર્શન મેળવી છે. ફસલ, કિસાન અઈં,
ઉયવફફાિં તથા ઙકઅગઝઈંડથી સમયસર માર્ગદર્શન વાવણી તથા ઊભા પાકને બચાવે
છે. આ ક્રાન્તિ માટે સ્વદેશી `ડેટા'નું મહત્ત્વ
છે. સુરતમાં તો એઆઈ દ્વારા રખાતી ચાંપતી નજરથી ગુનાખોરીમાં 27 ટકાનો ઘટાડો થયો છે. આ પરિષદનો
આશય અઈંનો હાનિકારક ઉપયોગ રોકવાનો છે. ખોટી માહિતીનો પ્રસાર આજે વિશ્વના દેશો માટે
મોટો પડકાર છે અને તે રોકવા માટે ટેકનિકલ તથા લીગલ ઉપાય અજમાવવા પડશે. લોકશાહી સંસ્થાઓ, સામાજિક વિશ્વાસ અને જાહેર સલામતીને ખોટા પ્રચારથી
ખતરો છે અને માત્ર કાયદા કરવાથી બચાવ થાય નહીં તેથી વધુ ગંભીર પગલાં વિચારાઈ રહ્યાં
છે. તાજેતરમાં ભારતીય સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિએ પણ કહ્યું છે કે,
હવે સિનિયર વકીલો પણ અઈંના આધારે અરજી કરવા લાગ્યા છે અને તેમાં કાલ્પનિક
અદાલતો અને સાંભળ્યા હોય નહીં એવા ચુકાદા ટાંકવામાં આવે છે ! (નોંધપાત્ર છે કે અમેરિકાની
અદાલતોમાં અઈં આધારિત અરજીઓ સીધી કચરાની ટોપલીમાં ફેંકાય છે !) નવી ટેક્નોલોજી મહાસત્તાઓ
યુદ્ધમાં વાપરે છે, પણ ડિસેમ્બર - 2022માં ભારતીય સૈનિકો સામે ચીની
સૈનિકો લડવા આવી રહ્યા હોવાની માહિતી લેફ. જનરલ દિનેશસિંહ રાણાને અઈંની મદદથી મળી હતી.
ચીની સૈનિકો ક્યારે આવી રહ્યા છે તે સમયનો અંદાજ મેળવીને આપણે વધારાની કુમક - મોકલીને
ચીનાઓને અટકાવી દીધા. આપણે મોટી જાનહાનિ ટાળી શક્યા... આજે ભારતીય મૂળના નિષ્ણાતોએ
વિદેશોમાં અઈંના રિસર્ચ સેન્ટર્સ બનાવ્યાં છે. પ્લેટફોર્મ તૈયાર કર્યાં છે, તો ભારતમાં કેમ થાય નહીં ? વડાપ્રધાન મોદી કહે છે ભારતનું અર્થતંત્ર વિશ્વમાં ત્રીજું સ્થાન મેળવશે,
તો વિશ્વમાં ત્રીજી મોટી ટેક્નોલોજી પણ સત્તા બની શકે છે.