• રવિવાર, 22 ફેબ્રુઆરી, 2026

પાક.માં સેનાના કાફલા ઉપર આત્મઘાતી હુમલો : બે સૈનિકનાં મોત

ઈસ્લામાબાદ, તા. 21 : પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં શનિવારે થયેલા આત્મઘાતી હુમલામાં બે સૈનિકો અને પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ હુમલો પ્રાંતના દક્ષિણ ભાગમાં આવેલા બન્નુ જિલ્લામાં થયો હતો. પાકિસ્તાની સેનાએ કહ્યું હતું કે, સુરક્ષા દળ ગુપ્ત સૂચનાના આધારે એક ઓપરેશન ચલાવી રહ્યું હતું. આ દરમિયાન સેનાના કાફલાને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ હુમલા પાછળ ટીટીપી સામેલ હતું. એક વિસ્ફોટક ભરેલી ગાડી લઈને આવેલા આત્મઘાતી હુમલાખોરને સૌથી આગળ ચાલી રહેલા સુરક્ષા દળે રોકી લીધી હતી. જેનાથી બન્નુ શહેરમાં સામાન્ય નાગરિકો અને કાયદો વ્યવસ્થાને નિશાન બનાવવાની સાજિશ નાકામ થઈ હતી. ઓપરેશન દરમિયાન આતંકીઓની ભાળ મળતાં અથડામણ થઈ હતી, જેમાં પાંચ ઠાર થયા હતા. બાદમાં આતંકીઓએ વિસ્ફોટકો ભરેલી કાર કાફલા સાથે ટકરાવી હતી, જેમાં બે સૈનિકો માર્યા ગયા હતા.  

Panchang

dd