ભુજ, તા. 30 : કચ્છના રમતરસિકોમાં ક્રિકેટ
જવર ફેલાવનાર હિમ્સ-કચ્છ પ્રીમિયર લિગ (કે.પી.એલ.) સ્પર્ધાની ચોથી સિઝનના પ્રથમ મુકાબલામાં
પૂર્વી લિજેન્ડ્સને 76 રને હરાવી
મસ્કા માસ્ટર્સે વિજયી પ્રારંભ કર્યો હતો. મસ્કાએ પાંચ વિકેટે 154 રન કર્યા બાદ પૂર્વી માત્ર
78 રનમાં સમેટાઇ ગઇ હતી. સંયુક્ત
મેન ઓફ ધ મેચ બનેલા સચિન (75 રન) અને શિવમ
તોમર (પાંચ વિકેટ) વિજયના શિલ્પી બન્યા હતા. સચિને માત્ર 38 દડામાં ચાર ચોગ્ગા, આઠ છગ્ગા સાથે વિસ્ફોટક 75 રન ફટકારી દીધા હતા, તો પરેશ સંગારે 11 દડામાં એક ચોગ્ગા, ત્રણ છગ્ગા સાથે 23, મુસીકિમે નવ દડામાં બે ચોગ્ગા, બે છગ્ગા સાથે 21 રનનો મહત્ત્વનો ફાળો આપ્યો
હતો. જવાબમાં પૂર્વી વતી રતન ગઢવીએ 21 દડામાં બે ચોગ્ગા, બે છગ્ગા સાથે 27, પ્રદીપસિંહે
નવ દડામાં ત્રણ છગ્ગા સાથે 21 રન કરી, સ્કોરબોર્ડને ગતિ આપવા પ્રયાસ કર્યો હતો પરંતુ
બાકીના બેટઇરો ક્રિઝ પર જામી શક્યા નહોતા.