• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

ટેબલ ટેનીસમાં વિશ્વ કક્ષાએ ભારતના ખેલાડીઓનો દેખાવ સારો

ઉદય અંતાણી દ્વારા : ગાંધીધામ, તા. 30 : ક્રિકેટ એક સંસ્કૃતિ સાથે જોડાયેલી રમત છે . ટેબલ ટેનીસની રમતનું પણ  મહત્વ  દેશમાં અનેક ઘણું છે  એન સરકાર દ્વારા પણ આ રમતને  વ્યાપક પ્રોત્સાહન આપતા અનેક પગલાઓ લેવાઈ રહ્યા છે.  આજે  ટેબલ ટેનીસની રમતમાં વિશ્વ સ્તરે ભારતના ખેલાડીઓના પ્રદર્શનમાં  કેટલાક વર્ષોથી સુધારો થયો છે તેવું ગાંધીધામમાં  ગુજરાતની ટીમના ખેલાડીઓને  તાલીમ આપવા માટે આવેલા ચાઈનીઝ કોચ  યેન-વીએ  કચ્છમિત્ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું.   ભારતના જુદા જુદા શહેરોમાં તેમના માર્ગદર્શન હેઠળ   ગુજરાત સહીત ભારતના અનેક ખેલાડીઓએ તેમના માર્ગદર્શન તળે ટેબલ ટેનીસ ક્ષેત્રે કુશળતા હાંસલ કરી છે. - ભારતના અનેક ખેલાડીઓને  તાલીમ આપી  : કે.ડી.ટી.ટી.એ હરીશ સંગણાણી સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે      વાતચીત કરતા અનેભારતમાં પ્રથમ વખત 1991થી અત્યાર સુધી  સમયાંતરે ભારત આવેલા  ચાઈનીઝ કોચે   ગાંધીધામમાં વિકાસાવાયેલી સુવિધા સારી હોવાનું કહ્યું હતું પણ કોઈ પણ સ્પોર્ટસ ક્ષેત્રે સારા પરિણામ માટે  અલાયદી એકેડમી હોવી જોઈએ તેવું તેમણે ભારપુર્વક  કહ્યું હતું.. તેમણે  કોચીંગ દરમ્યાન  અહીના ખેલાડીઓના  પ્રદર્શનને જોઈ ખેલાડીઓમાં વ્યાપક ક્ષમતા હોવાનું  ચહેરા ઉપર આનંદની લાગણી સાથે જણાવ્યું હતું.  - ટેબલ ટેનીસની અલાયદી એકેડમી જરૂરી  : કચ્છમાં ટેબલ ટેનીસના માળખાકીય સુવિધા વધારવા  માટે શું કરવું જોઈએ તે સવાલ  કરતા તેમણે ભારપુર્વક  કહ્યું હતું કે  ટેબલ ટેનીસ માટે ની જ અલાયદી એકેડમી હોવી જોઈએ અને એસી  હોલની સુવિધા જરૂરી છે.  જેના કારણે કોઈ પણ સમયે પ્રેકટીસ થઈ શકે.  હાલ વાતાવરણની પરિસ્થિતિ અનુરૂપ તાલીમના સમયમાં ફેરફાર કરવો પડે છે તે કરવો પડે.  ભારતના 18  રાજયોમાં ટેબલ ટેનીસના ખેલાડીઓને તાલીમ આપનાર આંતરરાષ્ટ્રીય કોચે જણાવ્યું હતું કે ભારતમાં જે પણ સ્ટેડીયમમાં મેચ રમાય છે તે વાતાનુકુલીત સુવિધાઓથી સજ્જ હોય છે. - ટી.ટીની રમતમાં ટેકનીક જરૂરી : ટેબલ ટેનીસની રમતમાં સ્પીન, સ્પીડ, પ્લેસમેન્ટ, રીફલેકસમેન્ટઅને કોન્સન્ટ્રેશન  આ બાબતનું ધ્યાન જરૂરી  હોવાનું  કહ્યું હતું  ઝડપી એવી આ રમતમાં ટેકનીક  જરૂરી  હોવાનું તેમણે કહ્યું હતું. ઉભરતા ખેલાડીઓને માર્ગદર્શન અંગે તેમણે કહ્યું હતું કે   આ ક્ષેત્રમાં આગળ વધવા માટે ઓછામાં ઓછા 6 કલાક સુધી સતત પ્રેકટીસ જરૂરી છે.- ચાઈનામાં ટી..ટીની સ્કુલો પણ કાર્યરત : એક ટીમમાં 25 કોચ : ચાઈનામાં ટેબલ ટેનીસનું વર્લ્ડકલાસ ઈન્ફ્રાસ્ટ્રકચર હોવાનું   અને ટેબલ ટેનીસની સ્કુલ પણ હોવાનું કહ્યું હતાં.  ત્યાં એક ટીમમાં  25 કોચ  હોય છે. અને યુથ ટીમમાં પણ 10 કોચ   હોય છે. ચાઈનામાં  એક હજાર જેટલા ટેબલ ટેનીસના પ્રોફેશનલ કોચ હોવાનું  જણાવી ભારતમાં કોચ  ઓછા હોવાનું અને તે દિશામાં ધ્યાન આપવાની જરૂરીયાત હોવાનું ઉમેર્યું હતું.  - ચાઈનામાં તેમની ટીમ ફર્સ્ટ ડીવીઝન ટીમ હતી : જુનીયર તરીકે પ્રેકટીસ કરતા હતા ત્યારે તેમને પીઠના ભાગે ઈજા પહોંચી હતી.  ઈજા બાદ આ ક્ષેત્રમાં આગળ નહી વધી શકાય તેવી ભીતિ હતી પરંતુ તેઓ મક્કમ  રહ્યા. ચાઈનામાં ટીમના ડીવીઝન હોય છે. ચાઈનાના સુચવાન સ્ટેટમાં તેમની ટીમ ફર્સ્ટ ડીવીઝનની હતી.  દરેક ડીવીઝનમાં 12 ખેલાડીઓ હોય છે. તેમણે  ચાઈનાની સ્પોર્ટસ યુનિવર્સિટીમાંથી ત્રણ વર્ષનો કોર્ષ કરીને પ્રોફેશનલ કોચ બન્યાં.  અને ભારતમાં અજમેર ખાતે નેશનલ એકેડમીમાં હેડ કોચ તરીકે  ફરજ બજાવી છે. આ દરમ્યાન હરમીત દેસાઈ, મહીપાલસિંહ ગોહીલ, માનવ ઠકકરને તેમણે તાલીમ આપી હતી. માનવ ઠક્કર આજે વિશ્વમાં 35માં ક્રમનો ખેલાડી છે. 

Panchang

dd