• શુક્રવાર, 30 જાન્યુઆરી, 2026

આણંદમાં રાષ્ટ્રીય કરાટે સ્પર્ધામાં કચ્છનો દબદબો

ગાંધીધામ, તા. 29 : આણંદ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની 15મી શોતોકાન કરાટે ચેમ્પિયનશિપમાં કચ્છના કરાટેના ખેલાડીઓએ ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો. આણંદ ખાતે 15મી રાષ્ટ્રીય કક્ષાની કરાટે સ્પર્ધા યોજાઇ હતી, જેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, આસામ, મધ્યપ્રદેશ, હરિયાણા વગેરે રાજ્યોના, દેશભરના હજારો સ્પર્ધકે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં કચ્છના ખેલાડીઓએ ડંકો વગાડયો હતો, જેમાં બ્લેક બેલ્ટ શ્રેણીમાં હીર તલરેજા અને ગ્રીન બેલ્ટ શ્રેણીમાં જેનિશા મનજી બોખાણીએ સુવર્ણચંદ્રક (ગોલ્ડ મેડલ) હાંસલ કર્યો હતો. આ બંને ખેલાડીએ ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો, જ્યારે ગ્રીન બેલ્ટ શ્રેણીમાં ધ્રુવીબા જાડેજાએ રજતચંદ્રક (સિલ્વર મેડલ), રિશિ બાંભણિયાએ તથા અયાન મિત્તલ, હર્ષ આસનાનીએ બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. યલો બેલ્ટ શ્રેણીમાં આધ્યા દવે, હિરવા કોટક, ફૈઝલ કારિયા, પહેલ પટેલ, હેત્વી લાલકા, એલીઝા દત્તા અને મનસા પઢારિયાએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. આ ખેલાડીઓએ કચ્છનું નામ રાષ્ટ્રીયસ્તરે કરાટેની સ્પર્ધામાં ચમકાવ્યું હતું અને ગૌરવ અપાવ્યું હતું. આ ખેલાડીઓને સેન્સાઇ માર્શલ આર્ટ એકેડેમી-આદિપુરના તથા કચ્છના સૌથી જૂના કોચ પીયૂષ શ્રીવાસ્તવ અને સહાયક કોચ તપન પ્રધાને આકરી તાલીમ આપી હતી. એકેડેમીના સની બુચિયા તથા વાલીઓએ ખેલાડીઓનું સન્માન કરી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. 

Panchang

dd