• શુક્રવાર, 30 જાન્યુઆરી, 2026

ખારીરોહરના શખ્સને ત્રણ મહિના માટે હદપાર કરાયો

ગાંધીધામ, તા. 29 : ખારીરોહરની પીર કોલોનીમાં રહેતા શખ્સને ત્રણ માસ માટે કચ્છ અને તેને અડીને આવેલા જિલ્લાઓમાંથી હદપાર કરવામાં આવ્યો હતો. ખારીરોહરની પીર કોલોનીમાં રહેતા અલી હાસમ બુચડ નામના શખ્સ સામે કંડલા પોલીસ મથકે ચોરીના પાંચેક ગુના નોંધાયેલા છે. આવા શખ્સો સામે કડક કાર્યવાહીના આદેશ બાદ કંડલા પોલીસે આ શખ્સની હદપારની દરખાસ્ત તૈયાર કરી સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ અંજારને મૂકવામાં આવી હતી, ત્યાંથી દરખાસ્ત મંજૂર થતાં આ શખ્સને હસ્તગત કરી તે હુકમની બજવણી કરી કચ્છ અને અડીને આવેલા જિલ્લાઓમાંથી ત્રણ મહિના માટે હદપાર કરવામાં આવ્યો હતો. પૂર્વ કચ્છમાં વધુ એક શખ્સને તડીપાર કરાતાં આવાં તત્ત્વોમાં સોપો પડી ગયો હતો. 

Panchang

dd