ગાંધીધામ, તા. 30 : કચ્છન ાઆર્થિક પાટનગર ગાંધીધામમાં ટેબલ ટેનીસના રમત ગમત ક્ષેત્રે સારી માળખાકીય સુવિધા કચ્છ ડીસ્ટ્રીક ટેબલ ટેનીસ એસોસીએશન દ્વારા વિકસાવામાં
આવી છે. અહી છેલ્લા ત્રણ વર્ષને બાદ કરતા પ્રતિ વર્ષ નેશનલ ટી.ટી ટુર્નામેન્ટ માટે કોચીંગ કેમ્પ યોજાય છે . આ વર્ષે પણ યોજાયો છે પરંતુ
હવે કોચીંગ કેમ્પનો ધ્યેય આગામી પાંચ
અને 10 વર્ષ પછી રમાનારી આંતરરાષ્ટ્રી
સ્તરની બે મહત્વની રમતોમાં સારૂ પ્રદર્શન થાય તે રાખવામાં આવ્યો છે. અને કોચીંગ
કેમ્પમાં તે પ્રકારે તાલીમ આપવામાં આવી રહ્યુyં છે. - ગુજરાતનું
પ્રભુત્ત્વ : ગુજરાતના
ખેલાડીઓનું આમ તો આંતરરાષ્ટ્રીય સ્તરે સારૂ પ્રદર્શન રહ્યું છે. અને નેશનલની ટીમમાં
પાંચં ખેલાડીઓ પૈકી ત્રણ ખેલાડીઓ ગુજરાતના છે.
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનીસ એસોસીએશનના વર્કીંગ પ્રેસીડેન્ટ કુશલ હરીશ સંગતાણીએ જણાવ્યું હતું કે વર્ષ 2030માં ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ અને 2036માં ઓલિમ્પીક ગુજરાતમાં યોજવામાં
આવશે. ત્યારે તે દિશામાં યજમાન ગુજરાતના ખેલાડીઆ ટેબલ ટેનીસમાં વિશ્વના ખેલાડીઓને ટક્કર આપે
તે બાબત ઉપર વિશેષ ધ્યાન તાલીમ દરમ્યાન આપવામાં આવ્યું છે. - પ્રતિભાશાળી ખેલાડીઓ : હાલ 13 વર્ષની વયના
ખેલાડીઓ આ આંતરરાષ્ટ્રીય રમતમાં કાંડાનું કૌવત
બતાવશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો. કોચીંગ
કેમ્પમાં કચ્છ ઉપરાંત ભાવનગર, અમદાવાદ, રાજકોટ, અરાવલી સહીતના જિલ્લાના 40 જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ચાઈનાના
હેડ કોચ યેન વી અને અન્ય દેવેશ કારીયા, જિજ્ઞેશ જયેસ્વાલ, મહાવીર કુંપાવત, અંકીતા શ્રીવાસ્તવ, શેપનીલ સચીન ભટાચાર્ય સહીતના કોચ દ્વારા ખેલાડીઓને કોચીંગ આપવામાં આવી
રહ્યુંઁ છે. સામાન્ય સંજોગોમાં ખેલાડીઓ પોતાની
રીતે એકેડમીમાં પ્રેકટીસ કરતા હોય છે જયારે અહી આખા ગુજરાતના ખેલાડીઓ એક સાથે પ્રેકટીસ કરે છે અને
એક બીજાના અનુભવો ઉપરથી વધારે શિખ મળે છે. - માનસિક-શારીરિક સક્ષમ : ગુજરાતના દેશના ટોચના ક્રમાંકીત ખેલાડીઓ પણ છે તે આ નવા ઉભરતા ખેલાડીઓ માટે આ તાલીમ
દરમ્યાન તેમની પાસેથી વધુ શીખી શકે
છે. ચેમ્પીયનશીપમાં ડબલ્સની
જોડીનું વધુ મહત્વ હોય છે. આ કેમ્પ દરમ્યાન જોડીને સારી રીતે પસંદગી કરી શકાશે.
તાલીમમાં ખાસ સાયકોલોજીકલ સેશન પણ રાખવામાં
આવ્યું છે. જે ગુલરૂપ સેથના દ્વારા અપાઈ રહ્યું છે. આ ઉપરાંત સ્ટ્રેજ્ઞ કન્ડીશન કોચ
પણ છે જે ખેલાડીઓની ફીટશેન કોચ અભિજીત માર્ગદર્શન આપી રહ્યા છે. આ વખતે જે પ્રમાણે તાલીમમાં ખેલાડીઓના સારા પ્રદર્શનને જોતા ગુજરાતની ટીમને અંડર 15 બોયઝ ગર્લ્સ અને અંડર 19 બોયઝ ગલ્સમાં સારો દેખાવ રહેશે તેવો આશાવાદ ટી.ટી એસોસીએશન દ્વારા વ્યકત કરવામાં આવી રહ્યો
છે.