ભુજ, તા. 30 : શહેરમાં ગળેફાંસો ખાનારા એ
આધેડે આપઘાત કર્યો હોવાના મામલે સટ્ટાખોરી પ્રવૃત્તિ નિમિત્ત હોવાનું અનુમાન પોલીસની
પ્રાથમિક તપાસમાં લગાવાઈ રહ્યું છે. તપાસકર્તા અધિકારી પીએસઆઈ શ્રી પટેલે જણાવ્યું
હતું કે, હતભાગી ઉમર જુસબ લાખાએ કયા કારણે આપઘાત કર્યો
તે બાબતે સઘન તપાસ ચાલી રહી છે, પરંતુ પ્રાથમિક તબક્કે એવું જાણવા
મળી રહ્યું છે કે, મૃતક ક્રિકેટના સટ્ટાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો
હોવાની વિગતો મળી રહી છે. દરમિયાન મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, હતભાગીએ રાખીબેન કેવરભાઈના ઘરે નહીં, પણ સબીનાબેન કેવરભાઈના
ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.