જમૈકા, તા.14: વેસ્ટ
ઇન્ડિઝ વિરુદ્ધના ત્રીજા ટેસ્ટના બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાએ 99 રનમાં 6 વિકેટ
ગુમાવી હતી. આમ છતાં ઓસ્ટ્રેલિયાની સ્થિતિ વધુ સારી છે. તે હવે 181 રનથી
આગળ થયું છે. આ પહેલા ગઇકાલે મેચના બીજા દિવસે વેસ્ટ ઇન્ડિઝનો પ્રથમ દાવમાં 143 રનમાં
ધબડકો થયો હતો. ઓસ્ટ્રેલિયાના પહેલા દાવમાં 22પ રન થયા હતા. આથી તેને 82 રનની
કિંમતી સરસાઇ મળી હતી. ત્રીજી ટેસ્ટના બીજા દિવસે પિન્ક બોલનો સામનો બેટધરો કરી
શકયા ન હતા અને કુલ 1પ વિકેટ પડી હતી. બીજા દાવમાં
ઓસ્ટ્રેલિયા તરફથી કેમરૂન ગ્રીન 6પ દડામાં 6 ચોક્કાથી
42 રને
નોટઆઉટ રહ્યો હતો. તેના સાથમાં કપ્તાન કમિન્સ પ રને અણનમ રહ્યો હતો. ઉસ્માન ખ્વાઝા
14, સેમ
કોન્ટાસ 0, સ્ટીવન સ્મિથ પ,
ટ્રેવિસ હેડ 16, બો વેબસ્ટર 13 અને
એલેકસ કેરી 0 સસ્તામાં આઉટ થયા હતા. વિન્ડિઝ તરફથી અલ્જારી જોસેફે 3 અને
શમાર જોસેફે 2 વિકેટ લીધી હતી. આ પહેલા બીજા દિવસે વિન્ડિઝ ટીમ પહેલા
દાવમાં પ2.1 ઓવરમાં 143 રનમાં ઓલઆઉટ થઇ હતી. કેમ્પબેલે
સર્વાધિક 36 રન કર્યાં હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્કોટ બેલેંડે સૌથી વધુ 3 વિકેટ
લીધી હતી. પોતાનો 100મી મેચ રમી રહેલ સ્ટાર્કને 1 વિકેટ મળી હતી. ત્રણ ટેસ્ટ મેચની
શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા 2-0થી આગળ ચાલી રહ્યંy છે.