ગાંધીધામ, તા. 21 :
તાજેતરમાં મુંબઈ ખાતે યોજાયેલી ટાટા મેરેથોન સંલગ્ન વર્ચ્યુઅલ મેરેથોનનું આયોજન
ગાંધીધામ ખાતે દેવ સ્મૃતિ સ્પોર્ટસ એઁકેડમી દ્વારા કરાયું હતું. આ સ્પર્ધામાં આબાલ-વૃદ્ધ
ઉમળકાભેર જોડાયા હતા. આ સ્પર્ધામાં 80 વર્ષથી પાંચ વર્ષની વયનાં બાળક સહિત 106 દોડવીરે તેમજ દિવ્યાંગોએ પણ ઉત્સાહપૂર્વક
ભાગ લીધો હતો. 21.1 કિલોમીટરની હાફ મેરેથોનમાં 17, 10 કિલોમીટરની દોડમાં 40, પાંચ કિલોમીટરની મેરેથોનમાં 49 વ્યક્તિએ ભાગ લઈને દોડ પૂરી કરી હતી. ટાટા મેરેથોનની એપ્લિકેશન મોબાઈલમાં ડાઉનલોડ કરી દોડ શરૂ કરવાની
હોય છે. દોડ પૂરી થતાંની સાથે જ શુભેચ્છાનો
સંદેશ અને પ્રમાણપત્ર તથા મેડલનો ફોટો આવી જાય છે. દોડવીરોને ડી.પી.એ.ના ચીફ મેડિકલ ઓફિસર ડો. ચેલાનીના હસ્તે
ટ્રોફી એનાયત કરાઈ હતી. ડી.પી.એ.ના રાજીવ કેલા,
કમલ સહાની સહયોગી બન્યા હતા. મેરેથોનનું આયોજન
વિકાસ ચૌહાણ, ડો. દિનેશ હરાણી, દુષ્યંત ગેહાની અને દેવ સ્મૃતિ સ્પોર્ટસ એકેડમી અને કેડીબીએના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. દોડવીરોએ આયોજકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી
ફરી આ પ્રકારની સ્પાર્ધાનું આયોજન કરવા અનુરોધ કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે દેવ સ્મૃતિ સ્પોર્ટસ એકેડમી દ્વારા ગત વર્ષે એકલમાતાનાં રણમાં `રન ફોર રણ, રાવલપીર બીચ પર દરિયાકાંઠે દોડ,
ગાંધીધામ ખાતે 100 કિ.મી. અને 50 કિ.મી.ની સાઇક્લોથોન અને કે.ડી.બી.એ. સાથે ટ્રાયોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં
સમગ્ર ગુજરાતમાંથી પ્રતિસ્પર્ધીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.