ગાંધીધામ, તા. 21 : રાપર
તાલુકાના મેવાસા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સને પોલીસે પકડી પાડી રોકડ
રૂા. 10,110 જપ્ત કર્યા હતા. જૂના મેવાસા ગામની સીમમાં બાવળની ઝાડીમાં ગઈકાલે સાંજે
પોલીસે પૂર્વ બાતમીના આધારે છાપો મારી અહીંથી રમેશ મોહન કોળી, બાબુ ભીખા કોળી, રાયશી
પોપટ કોળી, સુભાષ રાઘુ કોળી તથા ઈશ્વર નરશી કોળી નામના શખ્સોને પકડી પાડયા હતા. જાહેરમાં
ગંજીપાના વડે જુગાર રમતા અને પોલીસના હાથે પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા.
10,110 હસ્તગત કરાયા હતા.