ભુજ, તા. 21 : હાલ કચ્છમાં પ્રવાસન અર્થે અનેક લોકો આવી રહ્યા
છે, ત્યારે સફેદ રણ માણવા પરિવાર સાથે આવેલા અને ધોરડોના ટેન્ટ સિટીમાં રોકાયેલા મુંબઇવાસી
73 વર્ષીય વૃદ્ધ અરુણકુમાર અકલરાજ મહેતાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું છે. આ અંગે
ખાવડા પોલીસ અને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોંધાયેલી વિગતો પરથી
મળેલી વિગતો મુજબ અરુણકુમાર તેમના દીકરા અને ગાંધીધામના સંબંધી સાથે ધોરડોના સફેદ રણને
માણવા પ્રવાસે આવ્યા હતા. ધોરડોના ટેન્ટ સિટીમાં રોકાયા હતા. તા. 21/1ના રાત્રે એકાદ
વાગ્યે અરુણકુમારને છાતીમાં દુ:ખાવો થતાં તેમને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં
ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ દુ:ખદ બનાવથી પરિવારમાં શોકનું મોજું
ફરી વળ્યું હતું.