• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

મુંબઇમાં આહીર પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધાનું આયોજન થયું

મુંબઇ, તા. 20 : ભીવંડી-મુંબઇ મધ્યે એક લોહિયા આહીર ડે-નાઇટ ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુંબઇ રહેતા આહીર સમાજના યુવાન ક્રિકેટરોએ ભાગ લીધો હતો. મુખ્ય મહેમાનપદે રતનાલ સ્પોર્ટસ ક્લબના પ્રમુખ, યુવા આહીર અગ્રણી ત્રિકમભાઇ વાસણભાઇ આહીરે ખાસ હાજરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આવી ટૂર્નામેન્ટથી આહીર સમાજના યુવાનોમાં ખેલદિલીની ભાવના વિકસે અને સમાજ પ્રત્યે સમર્પણ ભાવ વધશે. સમાજની એકતા માટે પણ આવા આયોજનો જરૂરી છે. ત્રિકમભાઇનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. અતિથિવિશેષ તરીકે સમાજના બાબુભાઇ આહીર (ચેલેન્જ), બાબુભાઇ આહીર -સુકન્યા તેજાભાઇ આહીર, ધર્મેશભાઇ જેશાણી હતા. ટૂર્નામેન્ટનું આયોજન કરશનભાઇ આહીર, અમરશી આહીર, નારાણભાઇ આહીરે સંભાળ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd