• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

માંડવીમાં પતંગના દોરાની ગૂંચના બદલામાં ઈનામ અપાયાં

માંડવી, તા. 21 : યુવાનો દ્વારા કાર્યરત સાઈકલ કલબએ મકરસંક્રાંતિના અનોખો કાર્યક્રમ કર્યો હતો. જીવદયાને ધ્યાને લઇ દોરીની ગૂંચ લઇ આવનારને ઇનામો જાહેર કર્યા અને જોતજોતામાં કતાર લાગી ગઇ. બે કલાકમાં 650 લોકોએ દોરાની ગૂંચ જમા કરાવી જેનાથી પક્ષીઓ, વાહનચાલકો અને કેટલાય રાહદારીઓનો જાણે બચાવ થયો. કલબના જુગલ સંઘવી, વિનય ટોપરાણી, મુનીન્દ્ર વૈદ્ય, મિત્તલ સંઘવી, ધર્મેન્દ્ર કોટક, મુકેશ ત્રિવેદી, પરેશ સોની, રોહન ગાલા, રાજેશ પેથાણી, રોટરીના પ્રમુખ અમીશ સંઘવી સહિત અનેક યુવાનો અને સેવાભાવી કાર્યકરો, દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અનોખા અભિયાનના કારણે કેટલાય પક્ષીઓના જીવ બચ્યાનો આનંદ લીધો હતો. આયોજનમાં દાતા અગ્રણીઓએ સહયોગ આપ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd