• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

અંજારમાં જિલ્લા કક્ષાની મહિલા કુસ્તી સ્પર્ધા : 40 સ્પર્ધક જોડાયા

ભુજ, તા. 21 : સ્ત્રી પોતાનું રક્ષણ?કરી શકે તે માટે દરેક વિદ્યાર્થિની સ્વરક્ષણની તાલીમ મેળવે એ ખૂબ જ અગત્યનું બની ગયું છે. એ ઉદ્દેશ્યોને સિદ્ધ કરવા માટે સરકાર દ્વારા ખેલ મહાકુંભમાં વિવિધ રમતો સાથે સાથે કુસ્તીને પણ સ્થાન અપાયું છે જે અંતર્ગત ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની બહેનોની કુસ્તી સ્પર્ધા અંજાર નગર પ્રાથમિક શાળા નંબર-17 મધ્યે યોજાઇ હતી. ગોવિંદભાઇ ભરવાડના નેતૃત્વ હેઠળ શાળાના આચાર્ય બિપિનભાઇ પટેલ અને ચંદ્રીકાબેન પરમારના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. આ સ્પર્ધામાં કચ્છ જિલ્લાની શાળાઓમાંથી  40 વિદ્યાર્થિનીએ ભાગ લીધો હતો, જેમાં અલગ અલગ વયજૂથ તેમજ બાળાઓના વજન મુજબની અલગ અલગ કેટેગરીમાં બાળાઓએ સ્વબચાવ માટેના પ્રયત્નોના જે દાવ હતા તે જોઇ અને નાના-મોટા તમામ બાળકો દર્શકો રોમાંચિત થયા હતા. આ સ્પર્ધા ખૂબ જ રોમાંચક રહી હતી, જેમાં તમામ સ્પર્ધકોએ ખૂબ જ સરસ પ્રદર્શન કર્યું હતું. જેમાં 30 કિ. ક્ષમતા કુસ્તી સ્પર્ધામાં કુ. સોની મીશા, 33 કિ.માં કુ. યશ્વી રબારી, 36  કિ. સ્પર્ધામાં  રબારી કૃપાલી, 39 કિ.માં વઘાસિયા જેની તેમજ 42 કિ.માં સોની જીયાંશી પ્રથમ રહ્યા હતા. તમામ વિજેતાઓને સ્પર્ધાના આયોજકો  તેમજ સમગ્ર શિક્ષક પરિવાર, કોચ તરફથી શુભેચ્છાઓ અપાઇ હતી. આ તમામ સ્પર્ધકો રાજ્ય કક્ષાની સ્પર્ધામાં  કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd