ભુજ, તા. 20
: કચ્છ ક્રિકેટ એસોસિયેશન-ભુજના બે ખેલાડી શ્રેય બાપટ અને કીર્તન કોટક સૌરાષ્ટ્ર ક્રિકેટ
એસોસિયેશનની અન્ડર-14 ટીમમાં પસંદ થયા છે અને આગામી 23 જાન્યુઆરીના ડી વાય પાટિલ મેદાનમાં
પહેલી મેચ રમાશે. કચ્છના બંને ખેલાડીને કચ્છ ક્રિકેટ એસો.ના હોદ્દેદારો તથા સામાજિક
અગ્રણીઓ તરફથી અભિનંદન મળ્યા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે, કેસીએ-ભુજની અન્ડર-14 ટીમમાં
રહેલા શ્રેય બાપટ સારો બોલર છે અને હાલ રોયલ ક્રિકેટ એકેડેમીમાં તાલીમ મેળવી રહ્યો
છે અને આવતીકાલે મુંબઈ ખાતે રમવા જવાનો છે. બીજી તરફ કીર્તન કોટક સારો બેટર છે. તેના
પિતા ધર્મેશ કોટક પણ ડિસ્ટ્રીક્ટ કક્ષાએ રમી ચૂક્યા છે. કીર્તન હાલમાં સ્પીડી ક્રિકેટ
એકેડેમીમાંથી ક્રિકેટનું પ્રશિક્ષણ મેળવી રહ્યો છે. પસંદગી પામેલા બંને ખેલાડી આગામી
23મીએ પહેલી મેચ રમવા જશે. શ્રેય અને કીર્તનની પસંદગીથી કચ્છના ક્રિકેટપ્રેમીઓમાં પણ
ઉત્સાહ છવાયો છે.