• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

ભુજમાં વિસ્ફોટક સામગ્રીએ અબોલ જીવનો ભોગ લીધો

ભુજ, તા. 21 : શહેરના અવરજવરથી ધમધમતા સુમરા ડેલી વિસ્તાર પાસે શ્વાનનાં મોઢાંમાં વિસ્ફોટક સામગ્રી ફૂટતાં જડબું તૂટી જતાં અબોલ જીવનું કરુણ મોત નીપજ્યું હતું. આજે ભુજના કોટ અંદરના વિસ્તારમાં આવેલી સુમરા ડેલી નજીક કોઇ વ્યક્તિ વિસ્ફોટક પદાર્થ ફેંકી ગઈ હતી. દરમ્યાન, ગલુડિયાં અને કૂતરાં આ પદાર્થથી રમતા હતા, ત્યારે જ શ્વાન આ પદાર્થ મોઢાંમાં પકડી ભાગવા જતાં જ ધડાકો થયો હતો અને તેનું જડબું સંપૂર્ણ તૂટી ગયું હતું. કોઇ જીવદયાપ્રેમીએ તાત્કાલિક પપ્પી કેડલ્સમાં જાણ કરતાં તેમની ટીમે ઘટનાસ્થળે ધસી જઇ વધુ સારવાર અર્થે લઇ?ગયા હતા, જ્યાં શ્વાનનું મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિસ્તાર અવરજવરથી સતત ગાજતો રહે છે, જો આ પદાર્થ કોઇ બાળકના હાથમાં આવ્યો હોત તો અનિચ્છનીય ઘટના ઘટી હોત તેવી ચર્ચાએ જોર પકડયું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd