માધાપર (તા. ભુજ), તા. 21 : કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ માધાપર
દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું છે. દીપ પ્રાગટય કરી પારૂલબેન કારા (પ્રમુખ
જિલ્લા પંચાયત), પ્રવીણાબેન રાઠોડ, ઉપપ્રમુખ (તાલુકા પંચાયત ભુજ), ગંગાબેન મહેશ્વરી
(સરપંચ જૂનાવાસ માધાપર), નારણભાઇ મહેશ્વરી તથા માધાપર ઘટક પ્રમુખ જેન્તીભાઇ વાઘેલા
દ્વારા ટૂર્નામેન્ટ ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે નીતાબેન સોલંકી - અ.ભા. મહિલા
મંડળ ઉપપ્રમુખ, મહિલા મંડળના પ્રમુખ તારાબેન ટાંક તથા યુવતિ મંડળના પ્રમુખ તથા યુવા
મંડળના પ્રમુખ ભરત રાઠોડ તથા અ.ભા. યુવા મહામંડળના ઉપપ્રમુખ મોહિત સોલંકી તથા પ્રાદેશિક
સમિતિના ઉપપ્રમુખ કમલેશ પરમાર તથા ગામના અગ્રણી ગજેન્દ્રભાઇ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.
આ ટૂર્નામેન્ટમાં માધાપર ઘટકની છ ટીમે ભાગ લીધો છે. પ્રથમ મેચ જયમાતાજી અને બજરંગ ઇલેવન
વચ્ચે રમાઇ હતી, જેમાં બજરંગ ટીમે 109 રન બનાવીને જયમાતાજી ટીમ ઉપર વિજય મેળવ્યો હતો.
મિરલ રાઠોડ મેન ઓફ ધી મેચ થયા હતા. બીજી મેચમાં ટોસ પ્રાદેશિક સમિતિના પ્રમુખ બાબુલાલ
ચૌહાણે ઉછાળ્યો હતો. ઉપરોક્ત ટૂર્નામેન્ટમાં ચૌહાણ કિરણ, ચૌહાણ ચેતન, ચૌહાણ દીપક, ચૌહાણ
રિતેન, રાઠોડ ભરત આયોજન સંભાળી રહ્યા છે. સંચાલન દિનેશ ચાવડાએ કર્યું હતું.