• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

ગાંધીધામના ભરચક વિસ્તારમાં રોકડ રકમની લૂંટથી ચકચાર

ગાંધીધામ, તા. 21 : શહેરના સતત ધમધમતા સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસેના વિસ્તારમાં ધોળા દિવસે ગાડીમાં ઘૂસી રોકડ રૂા. 15,000ની લૂંટ કરી ત્રણ શખ્સ નાસી ગયા હતા. બનાવને પગલે ભારે ચકચાર પ્રસરી હતી. નાની ચીરઇ નજીક આદ્યશક્તિ મોટર્સ દ્વારા ઓથોરાઇઝ સર્વિસ સ્ટેશન નામની દુકાનમાં કામ કરનાર ફરિયાદી મયૂરસિંહ પરાક્રમસિંહ ઝાલા નામનો યુવાન ગઇકાલે ગાંધીધામ આવ્યો હતો. આ યુવાન ટાટા યોદ્ધા ગાડી લઇને બપોરે ઝંડા ચોક વિસ્તારમાં એક દુકાનેથી સામાન લેવા ગયો હતો, પરંતુ તે દુકાન બંધ?હોવાથી ફરિયાદી પોતાનું વાહન લઇને પરત જઇ રહ્યો હતો. આ યુવાન સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા નજીક પહોંચ્યો, ત્યારે આગળ ટ્રાફિક જામ હોવાથી તે રોકાઇ ગયો હતો તેવામાં પાછળથી છકડો રિક્ષા નંબર જી.જે. 12 બી.યુ. 2348વાળો આવ્યો હતો. આ છકડો ખાલી સાઇડમાં આવ્યો હતો. તેમાંથી ત્રણ શખ્સ નીકળ્યા હતા અને સાઇડ?કેમ આપતો નથી તેમ કહી ફરિયાદીની ગાડીમાં ઘૂસી ડેસ્કબોર્ડ પરથી રોકડ?રૂા. 15,000ની લૂંટ કરી હતી અને બાદમાં ધાકધમકી કરી બહાર નીકળ્યા હતા અને ફરિયાદીની ગાડીના ચારેય કાચ તોડી નાખી રૂા. 50,000નું નુકસાન કરી છકડામાં બેસીને નાસી ગયા હતા. ધોળા દિવસે ભરચક વિસ્તારમાં લૂંટના આ બનાવને પગલે ભારે ચકચાર પ્રસરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd