• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

અલ્કારાઝના જુસ્સા સામે જોકોવિચનો અનુભવ જીત્યો

મેલબોર્ન, તા. 21 : સર્બિયાનો અનુભવી ખેલાડી નોવાક જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપનમાં પોતાનું વર્ચસ્વ કાયમ રાખીને સેમિફાઇનલમાં પહોંચ્યો છે. વિશ્વ નંબર 7 જોકોવિચે સેમિફાઇનલમાં સ્પેનના ત્રીજા ક્રમના યુવા ખેલાડી કાર્લોસ અલ્કારાઝ વિરુદ્ધ 4-6, 6-4, 6-3 અને 6-4થી જીત મેળવી હતી. જોકોવિચ હવે વિશ્વ વિક્રમી 2પમા ગ્રાંડસ્લેમ ખીતાબથી ફક્ત બે જીત દૂર છે. સેમિમાં તેની ટક્કર જર્મનીના વિશ્વ નંબર બે ખેલાડી એલેક્ઝાંડર જ્વેરેવ વિરુદ્ધ થશે.  મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં નંબર વન બેલારૂસની ખેલાડી આર્યના સબાલેંકાએ રૂસી ખેલાડી અનાસ્તાસિયા પાવલુચેંકોવાને 6-2, 2-6 અને 6-3થી હાર આપી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સબાલેંકા ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલથી હવે બે જીત દૂર છે. સેમિમાં તેની ટક્કર 11મા ક્રમની સ્પેનની પાઉલા બડોસા વિરુદ્ધ થશે. તેણીએ અપસેટ કરી ત્રીજા ક્રમની અમેરિકી ખેલાડી કોકો ગોફને 7-પ અને 6-4થી ક્વાર્ટર ફાઇનલમાં હાર આપી હતી. પુરુષ સિંગલ્સમાં જર્મન ખેલાડી એલેક્ઝાંડર જ્વેરેવ ઓસ્ટ્રેલિયન ઓપનના સેમિમાં ત્રીજીવાર પહોંચ્યો છે. તેણે ક્વાર્ટરમાં અમેરિકી ખેલાડી ટોમી પોલને 3 કલાક અને 28 મિનિટની રમત પછી 7-6, 7-5, 2-6 અને 6-1થી હાર આપી હતી. મિક્સ્ડ ડબલ્સમાં ભારતના રોહન બોપન્ના અને ચીનની શુઆઇ ઝાંગની જોડી ક્વાર્ટર ફાઇનલમાં રસાકસી બાદ જોન પીયર્સ-ઓલિવિયા ગેડેકી સામે 6-2, 4-6 અને 9-11થી હારીને બહાર થઈ હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd