ખાવડા (તા. ભુજ), તા. 21 : અહીં અદાણી ફાઉન્ડેશન તરફથી ખાવડા
વિસ્તારના ઢંઢી ગામમાં તળાવનું ખાતમુહૂર્ત કરાયું હતું. છેલ્લા એક વર્ષથી સીએસઆર ફંડ
અંતર્ગત ખાવડા વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય,
મહિલા સશક્તિકરણ તેમજ પાણી સંગ્રહનાં કામો કરાઇ રહ્યા છે. ગતવર્ષે પાંચ તળાવ, બે કૂવાની
કામગીરી હાથ ધરાઇ હતી. આ વર્ષે 12 તળાવની સુધારણા તથા પાંચ કૂવાનું કામ હાથ ધરાયું
છે. મોટા દિનારાના પંચાયતમાં આવેલા ઢંઢી ગામના તળાવનું ખાતમુહૂર્ત કરાયું હતું. મોટી
સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના ખાવડા પ્રોજેક્ટ
ઓફિસર યુવરાજસિંહ જાડેજા, વિજયભાઇ ચૌહાણ, દેવલબેન ગઢવી, રસિદભાઇ સમા, ગની હાજી જુસબ,
શકુરભાઇ?સમા તથા અગ્રણીઓના હસ્તે તળાવનાં કામનું ઉદ્ઘાટન કરાયું હતું તેમજ અન્ય કામોમાં ખારી પંચાયતના જૂની ખારી ગામે
ચાલુ કરાયા હોવાનું જણાવ્યું હતું. સંચાલન અદાણી ફાઉન્ડેશનના કાર્યકર સલીમ સમાએ કર્યું
હતું. ટીમ રામજીભાઇ તેમજ ભગવતીબેને વ્યવસ્થા સંભાળી હતી.