• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

ગાંધીધામમાં મુસાફર ભરવાના મુદ્દે વૃદ્ધ ઉપર હુમલો

ગાંધીધામ, તા. 21 : શહેરના રેલવે મથક બહાર મુસાફર ભરવા મુદ્દે એક શખ્સે વૃદ્ધને માર મારતાં વૃદ્ધને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. શહેરના જૂની સુંદરપુરીમાં રહેનાર શામજી લક્ષ્મણ મહેશ્વરી (કાગી) નામના વૃદ્ધ ગઈકાલે વહેલી પરોઢે રેલવે મથકે બોલેરો લઈને ગયા હતા, ત્યાં બે-અઢી કલાક ઊભા રહ્યા બાદ અમુક મુસાફર મળ્યા હતા, જેને લઈને બહાર આવેલા આ વૃદ્ધની ગાડીમાં જગ્યા હોવાથી બે-ત્રણ મુસાફરોને પોતાનાં વાહનમાં બેસાડયા હતા, ત્યારે નાગેશ્વરી ટ્રાવેલ્સ જીજે-12-બીટી-5497ના ચાલક અનવર નામના શખ્સે વૃદ્ધને બોલાવી મુસાફર પોતાને આપી દેવાની વાત કરી ઉશ્કેરાઈ જઈ ફરિયાદી વૃદ્ધને નીચે પાડી દઈ તેમને માર માર્યો હતો. ઘવાયેલા ફરિયાદીને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. પોલીસે આ આરોપી વિરુદ્ધ એટ્રોસિટી સહિતની કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd