કાનપુર, તા.1:
ટીમ ઇન્ડિયાનો પ્રીમિયર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ સ્વંયને જાદુગર માનતો નથી અને આ
વિશેષણ પણ તેને પસંદ નથી. બાંગલાદેશ સામેના બીજા ટેસ્ટની જીત બાદ બુમરાહે કહ્યંy કે હું આવા કોઇ
ઉપનામમાં વિશ્વાસ રાખતો નથી. મેં ફક્ત પરિસ્થિતિ અનુસાર મારા અનુભવનો ઉપયોગ કર્યો હતો.
બુમરાહે બીજા ટેસ્ટની બન્ને ઇનિંગમાં 3-3 વિકેટ લીધી હતી અને ભારતની જીતમાં મહત્ત્વની
ભૂમિકા નિભાવી હતી. મેચ બાદ બુમરાહે જણાવ્યું કે આ ટેસ્ટ જીત ઘણી ખાસ છે. આવી સ્થિતિમાં
આપને અનુભવની જરૂર પડે છે. ચેન્નાઇ ટેસ્ટની જીતની તુલનામાં અહીંની જીત સાવ અલગ જ છે.
આકાશ દીપ શાનદાર બોલિંગ કરી રહ્યો છે. તે જે રીતે આગળ વધી રહ્યો છે એથી હું ખુશ છું.
અમારી લાંબી ટેસ્ટ સીઝન છે. આથી ટી-20 વિશ્વ કપ બાદ બ્રેક જરૂરી હતો. પ્રેકટીસ પણ મેચ
જેટલી જ મહત્ત્વની છે. આ વખતે ટેસ્ટ સીઝન માટે અમારી તૈયારી પૂરતી છે.