• મંગળવાર, 30 એપ્રિલ, 2024

સીએસકે કેપ્ટન ઋતુરાજે 42 વર્ષીય ધોનીને યુવા વિકેટકીપર કહ્યો

મુંબઇ, તા.1: મુંબઇ સામેની ગઇકાલની મેચમાં ચેન્નાઇ તરફથી આખરી ઓવરમાં એમએસ ધોનીએ ઉપરા ઉપરી ત્રણ છગ્ગા સાથે 4 દડામાં 20 રનની અણનમ ઇનિંગ રમી હતી. અંતમાં ધોનીના રન હાર-જીતનું અંતર બની રહ્યા. રોહિત શર્માની સદી છતાં મુંબઇની 20 રને હાર થઇ. સીએસકે તરફથી પથિરાનાએ 4 વિકેટ લીધી હતી. મેચ બાદ સીએસકેના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 42 વર્ષીય ધોનીને યુવા વિકેટકીપર કહ્યો હતો. તેણે કહ્યંy કે યુવા વિકેટકીપરના ત્રણ છક્કાથી અમને ઘણી મદદ મળી. મેદાન પર અમે 10-1 રન વધુ થાય તેવું ઇચ્છતા હતા. વચ્ચેની ઓવરોમાં બુમરાહે સારી બોલિંગ કરી. ઋતુરાજે પથિરાનાની પ્રશંસામાં કહ્યંy આજે અમારા મલિંગાએ શાનદાર બોલિંગ કરી. તેણે મુંબઇની બેટિંગ ક્રમની કમર તોડી. તેના યોર્કર આજે ઘાતક હતા. તુષાર અને શાર્દુલ પણ શાનદાર રહ્યા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang