• સોમવાર, 29 એપ્રિલ, 2024

હાર્દિકના બચાવમાં પોલાર્ડ : નિશાન ન બનાવવા લોકોને અપીલ

મુંબઇ તા.1 : મુંબઇ ઇન્ડિયન્સના બેટિંગ કોચ કાયરન પોલાર્ડ સીએસકે સામેની હાર માટે કોઇ વિશેષ ખેલાડી પર હારનો ટોપલો ઢોળવા માંગતા નથી. ચેન્નાઇ સામેની હાર બાદ પોલાર્ડે લોકોને અપીલ કરી કે તેનો સંઘર્ષરત કપ્તાન હાર્દિક પંડયાને નિશાન બનાવે. પંડયાની છેલ્લી ઓવરમાં ધોનીએ સળંગ 3 છગ્ગા ફટકાર્યાં હતા અને ઓવરમાં પંડયાએ 26 રન લૂંટાવ્યા હતા. મહત્વની ઓવરમાં તેણે બે વાઇડ બોલ ફેંક્યા હતા. બેટિંગમાં પણ તે નિષ્ફળ રહ્યો હતો અને 6 દડામાં 2 રન કરી શકયો હતો. મેચ બાદ હાર્દિક પંડયાના બચાવમાં પોલાર્ડે કહ્યંy કે તમારા આવા દિવસનો સામનો કરવા તૈયાર રહેવું પડે છે. હું વ્યક્તિગત ખેલાડી પર નિશાન સાધવાથી તંગ આવી ચૂકયો છું.આખરે ક્રિકેટ એક ટીમ ગેમ છે. તે (હાર્દિક) આત્મવિશ્વાસી વ્યક્તિ છે. સાથી ખેલાડીઓ સાથે તેના સારા સંબંધ છે. ક્રિકેટમાં સારા અને ખરાબ દિવસો આવતા રહે છે. હું જોઇ રહ્યો છું કે તે વાપસી માટે આકરી મહેનત કરી રહ્યો છે. પોલાર્ડની ભરોસો છે કે હાર્દિક પંડયાની ટી-20 વર્લ્ડ કપમાં પસંદગી થશે અને ટીમ ઇન્ડિયા તરફથી શાનદાર દેખાવ કરશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang