• મંગળવાર, 30 એપ્રિલ, 2024

ચેન્નાઈને મળી 20 રનથી જીત

મુંબઈ, તા. 14 : આઈપીએલની અલ-કલાસિકો મેચને રોમાંચભરી ક્ષણો બાદ ચેન્નાઈ સુપર કિંગ્સે વીસ રનથી જીતી લીધી હતી. ટીમે મુંબઈ ઈન્ડિયન્સને તેના ગૃહ મેદાન પર હરાવી હતી. મુંબઈ ઈન્ડિયસ તરફથી પૂર્વ કપ્તાન રોહિત શર્માએ સદી ફટકારી હતી પરંતુ ટીમને જીત અપાવી શકયો હતો. રોહિતે 63 દડામાં અણનમ 10 રન બનાવ્યા હતા. ચેન્નાઈએ 20?ઓવરમાં ચાર વિકેટે 206 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ 20 ઓવરમાં 6 વિકેટે 186 રન બનાવી શકી હતી. મુંબઈની ટીમમાં રોહિત સિવાય કોઈ બેટધર ટકી શકયો હતો. ઈશાન કિશન (1 દડામાં 23), તિલક વર્મા (20 દડામાં 31) અને ટીમ ડેવિડ (પાંચ દડામાં 13)  સિવાયના બેટધરો બેવડા આંકે પણ પહોંચી શકયા હતા. ચેન્નાઈની બોલિંગ વેધક રહી હતી. મનીશા પથીરાનાએ 28 રનમાં 4 વિકેટ ખેરવી મુંબઈની લય ભાંગી નાખી હતી. તુષાર દેશપાંડે અને મુસ્તફીઝુર રહેમાનને 1-1 વિકેટ મળી હતી. રોહિત શર્મા એકલવીરની જેમ ઝઝુમ્યો હતો. પરંતુ સામેથી સાથ મળતાં ટીમ જીત મેળવી શકી હતી. અગાઉ વાનખેડે સ્ટેડિયમ પર દર્શકોના શોર-બકોર વચ્ચે સીએસકેના `થાલા' મહેન્દ્રસિંહ ધોનીએ ઈનિંગની આખરી ઓવરમાં મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડયાની ધોલાઇ કરીને ત્રણ દડામાં ત્રણ છકકા ફટકાર્યાં હતા. આથી આજની અલ કલાસીક મેચમાં મુંબઈ સામે ચેન્નાઇના 20 ઓવરમાં 4 વિકેટે 206 રન થયા હતા. ધોની આખરી ઓવરમાં ક્રિઝ પર આવ્યો હતો. તેણે 4 દડામાં 3 છગ્ગાથી અણનમ 20 રન કરી સીએસકેની ઇનિંગ ફિનિશ કરી હતી. પહેલાં કપ્તાન ઋતુરાજ ગાયકવાડ અને શિવમ દૂબેએ પાવર હિટિંગ કર્યું હતું. બન્ને વચ્ચે ત્રીજી વિકેટમાં 4 દડામાં 90 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. કપ્તાન ઋતુરાજે 40 દડામાં ચોગ્ગા- છગ્ગાથી આક્રમક 69 રન કર્યાં હતા. જયારે શિવમ દૂબે 38 દડામાં 10 ચોગ્ગા-2 છગ્ગાથી ઝડપી 66 રન કરી અણનમ રહ્યો હતો. રહાણે () અને મિચેલ (17) નિષ્ફળ રહ્યા હતા. મુંબઇના કપ્તાન હાર્દિકે 2 વિકેટ લીધી હતી પણ તેણે 3 ઓવરમાં 43 રન લૂંટાવ્યા હતા. જેમાં આખરી ઓવરમાં ધોનીના 3 છગ્ગાથી 26 રન હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang