• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

સ્ટેટ સાયબર ક્રાઈમ કોઓર્ડીનેટર સેન્ટરમાં ડીએસપી તરીકે ગાંધીધામની યુવતી

ગાંધીધામ, તા. 13 : કેન્દ્ર સરકાર દ્વારા  દિલ્હી ખાતે  સાયબર ગુનાઓને અંકુશમાં લેવા સ્ટેટ સાયબર ક્રાઈમ  કોઓર્ડીનેટર સેન્ટર કાર્યકરત કરાયું છે તેમાં  ડીએસપી તરીકે  ગાંધીધામની યુવતીની નિયુક્તિ થઈ છે.રાષ્ટ્રીય કક્ષાના મહત્વપૂર્ણ સેન્ટરમાં ગાંધીધામ અગ્રવાલ સમાજની દીકરી સવિતા સિંગલા  ડીએસપી તરીકે ની પસંદગી અને નિમણૂક થતા સમગ્ર ગાંધીધામ કચ્છમાં ગૌરવની લાગણી ફેલાઈ છે.ગાંધીધામ અગ્રવાલ સમાજના પ્રમુખ સમીરભાઈ ગર્ગે આ પ્રસંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અગ્રવાલ સમાજની યુવા પેઢી હવે માત્ર વેપાર કે ઉદ્યોગો પૂરતી સીમિત રહી નથી, પરંતુ વિજ્ઞાન, ટેકનોલોજી અને સુરક્ષા જેવા બહાદુરીના ક્ષેત્રોમાં પણ રાષ્ટ્રીય સ્તરે અગ્રેસર થઈ રહી છે, સવિતાબેનના પિતરાઈ ભાઈ અને ગાંધીધામ શિવ વૂડના સુશીલ ધર્મપાલે આ સિદ્ધિને સમગ્ર પરિવાર અને કચ્છ માટે પ્રેરણારૂપ ગણાવી હતી. અત્રે નોંધનીય છે કે, સ્ટેટ સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરના ડીએસપી સવિતા સિંગલા ગાંધીધામ અગ્રવાલ સમાજના સ્વ. રાજપાલ અને પ્રેમલતા ગર્ગના પુત્રી છે. તેમનો ઉછેર સ્વ. રાજપાલ ગર્ગના મોટાભાઈ ધર્મપાલ ગર્ગના પરિવારે કર્યો છે. ગાંધીધામ અગ્રવાલ સમાજના મંત્રી સંજય ગર્ગ, વિશ્વ હિન્દુ પરિષદના સુરેશભાઈ ગુપ્તા, મારવાડી યુવા મંચ ના નંદલાલ ગોયલ યુવા સંગઠનના પ્રમુખ દેવેન્દ્ર ગોયલ, મંત્રી માનવ ગોયલ, મહિલા સંગઠનના પ્રમુખ કિરણ ગોયલ અને મંત્રી રેખા ગોયલે તેણીને અભિનંદન પાઠવ્યા છે.  

Panchang

dd