ગાંધીધામ, તા. 13 : રેલવે દ્વારા કચ્છથી બીહાર વચ્ચે દોડતી અને વેઈટીંગ લીસ્ટના પાટીયા જેમાં ઝુલતા હોય છે તેવી ગાંધીધામ ભાગલપુર ટ્રેનને બંધ કરવાના નિર્ણય
સંદર્ભે ઉત્તરભારતીય સમાજ દ્વારા કચ્છના સાંસદ સાથે રેલવે મંત્રી સમક્ષ રજુઆત કરી હતી.
આ દરમ્યાન બંધ કરાયેલી ટ્રેનની ફ્રીકવન્સી
વધારવા અને અન્ય એક ટ્રેન ફાળવવાની મંજુરી રેલવે મંત્રી દ્વારા આપવામાં આવી છે. ગાંધીધામ
ભાગલપુર ટ્રેનને સાપ્તાહિક ટ્રેન અચાનક સસ્પેન્ડ થતાં કચ્છમાં વસતા ઉત્તર ભારતીય સમાજમાં
ભારે અસંતોષ ફેલાયો હતો. આ મુદ્દે અગાઉ ભુજ ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડા સાથે બેઠક
યોજી રજુઆત કરાઈ હતી. બાદમાં સાંસદે દિલ્હી ખાતે ઉત્તર ભારત સમાજના લોકોની રેલવે
મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે બેઠક યોજી હતી.
બેઠક દરમિયાન ઉત્તર ભારતીય કચ્છ સેવા સમાજના કાર્યકારણી સભ્ય અનિલ શ્રીવાસ્તવે ટ્રેન રૂટ, મુસાફરોની સંખ્યા, સમયબદ્ધ
આયોજન અને સંભવિત વ્યવસ્થાઓ અંગે વિગતવાર રજુઆત
કરી હતી. રજૂઆતને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રીએ
સકારાત્મક અભિગમ અપનાવી સબંધીત અધિકારીઓને
જરૂરી સુચના આપી હતી. રેલવે મંત્રી સાથેની
બેઠકમાં પ્રાથમિક રીતે ગાંધીધામથી ભાગલપુર ટ્રેનને સપ્તાહમાં બે દિવસ તથા ગાંધીધામથી
બરૌની ટ્રેનને સપ્તાહમાં એક દિવસ ચલાવવાની દોડાવવા સહમતિ દર્શાવાઈ હતી. તેમજ સાબરમતી ટ્રેનને ગાંધીધામ સુધી વિસ્તૃત કરવા
અંગે પણ મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. રેલવે મંત્રીએ
તમામ માંગણીઓને વહેલી તકે અમલમાં મૂકવા આશ્વાસન આપ્યું હતું. સાંસદવિનોદભાઈ ચાવડાએ
જણાવ્યું હતું કે કચ્છમાં સતત વિકાસ સાથે મુસાફરી સુવિધાઓમાં વધારો કરવો ખૂબ જરૂરી
છે અને લોકોની માંગણીઓને સરકાર સમક્ષ અસરકારક રીતે રજૂ કરીને જનહિતના કાર્યો માટે તેમણે
ભવિષ્યમાં પણ સક્રિય રહેવાની ખાત્રી આપી હતી. આ બેઠકમાં સમાજ તરફથી સેક્રેટરી જટાશંકર
શાહ, સુધરાઈના પુર્વ
કારોબારી ચેરમેન એ.કે. સિંહ, શ્રી સુરેન્દ્ર રાય, શ્રી અશોક તિવારી, વિદ્યાર્થિ પાસવાન, શરીફભાઈ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત
રહ્યા હતા.