ભુજ, તા. 13 : જિયા સંજયભાઇ ત્રિપાઠી તેઓ
શોર્ટ મૂવીના બાળ કલાકાર છે ને ભુજ રાવલવાડી પંચાયતી પ્રાથમિક શાળા સરકારી સ્કૂલમાં
ધોરણ-7માં અભ્યાસ કરે છે. તેણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ
મોદીના ઉપદેશને ધ્યાનમાં રાખી સમાજોપયોગી અને સમાજને ઉપદેશ આપતી છ શોર્ટ મૂવીમાં મુખ્ય
પાત્ર ભજવ્યું છે. દેશમાં વધતા જતા વૃદ્ધાશ્રમો,
ભ્ર્રૂણ હત્યાના બનાવો, સ્વચ્છતા અભિયાનના ઉદેશો
મુખ્ય છે. શોર્ટ મૂવી-દીકરી વ્હાલનો દરિયો અને સંસ્કાર મૂવીનાં કારણે કલેક્ટર આનંદ
પટેલ સાથે જિયાની મુલાકાત દરમ્યાન કલેક્ટરે સન્માન કર્યું હતું. આ સમયમાં આશિષ ત્રવાડી,
જયપ્રકાશ ગોર, કમલેશ પ્રજાપતિ, અરવિંદ દામા, ભાવિન ઠાકર, સંજય
ત્રિપાઠી સાથે રહ્યા હતા.