• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

ગાંધીધામમાં સહકારની ભાવના અને સંવાદીતાનો સમન્વય

ગાંધીધામ, તા. 12 :  કચ્છના આર્થિક પાટનગર ગણાતા અને   78 વર્ષની યુવા વયે મહાનગર બનેલા ગાંધીધામ શહેરના 78માં સ્થાપના દિવસની ઉમંગે ઉજવણી કરવામાં આવી હતી.   ગાંધીધામ મહાનગરપાલિકાદિનદયાલ પોર્ટ ઓથોરીટી અને એસ.આર.સીના સંયુકત ઉપક્રમે આયોજીત ઉજવણી કાર્યક્રમમાં આદિપુરમાં કેબીનધારકોના પુન: સ્થાપન માટે  જાહેરાત કરાઈ હતી. શહેરના સ્થાપના દિનની ઉજવણીના આરંભે  ગાંધીધામ સંકુલના આદ્યસ્થાપક સ્વ. ભાઈ પ્રતાપની સમાધી ખાતે અંજલી આપવામાં આવી હતી.  તેમજ ગાંધીધામના નિર્માણ માટે જમીન આપનારા મહારાવ મદનસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવી હતી. આ વેળાએ  રાજયમંત્રીના હસ્તે  વિવિધ વિકાસકામોનું - રાષ્ટ્રપિતાના નામ સાથે જોડાયેલું શહેર : આદિપુર ખાતે આયોજીત સમારોહમાં મુખ્ય અતિથિ પદેથી બોલતા રાજયમંત્રી અને અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હુતં કે  આ શહેર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના  નામ સાથે જોડાયેલું છે.  જેમાં સહકારની ભાવના  અને સંવાદીતા છે. સાંસ્કૃતિક કાર્યક્રમને રંગોળી સમાન ગણાવી  આ શહેર ભારતનું ઉત્તમ મહાનગર બને તેવી લાગણી વ્યકત કરી હતી. સંકુલના આદ્યસ્થાપક સ્વ.ભાઈપ્રતાપ રહેતા હતા તે સ્થળે  કાર્યક્રમના આયોજનની તેમણે સરાહના કરી હતી. - નાની ઉમરે શહેર મહાનગર બન્યું : ગાંધીધામના ધારાસભ્ય  માલતીબેન મહેશ્વરીએ નાની ઉમરના શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો તે બદલ તેમણે આનંદની લાગણી વ્યકત કરી હતી. તેમણે કહ્યું હતુ કે અહી સૌના સહયોગથી  વિકાસ કાર્યો થઈ રહ્યા છે. મેડીકલ  કોલેજ બને અને શિણાય ડેમને પ્રવાશસનમાં સમાવવાની કાર્યવાહી  ગતિવિધિમાં હોવાનું  જણાવ્યું હતું. - શહેરના વિકાસમાં ડીપીએ પુરતો સહયોગ આપશે : દિનદયાળ પોર્ટ ઓથોરીટીના ડેપ્યુટી ચેરમેન નિલાભ્રદાસ ગુપ્તાએ કહ્યું હતું કે   ગાંધીધામ એક પવિત્ર જગ્યા છે જયાં બે મહાન વ્યક્તિ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલનું  નામ  જોડાયેલું છે. આ શહેરના વિકાસમાં  ડીપીએ  પુરતો સહયોગ આપશે  તેવી ખાત્રી  આપી હતી. તેમણે  ભાઈ પ્રતાપ અને આચાર્ય ક્રીપલાણીને  પણ યાદ કર્યા હતાં.  - શહેરની પ્રગતિ જોઈ આનંદ : ગાંધીધામ મહા નગરપાલિકાના કમીશનર મીનષ ગુરવાણીએ.  વિભાજનની વેદના બાદ  વસેલા આ શહેરની પ્રગતિ  જોઈને આનંદ ની લાગણી વ્યકત કરી હતી. તેમણે  મહાનગરપાલિકાના વિવિધ વિકાસ  કાર્યોની  તલસ્પર્શી જાણકારી આપી  સૌ ગાંધીધામ વાસીઓને.  ગાંધીધામ-ડેની શુભેચ્છા પાઠવી હતી. - શહેરના વિકાસમાં એસ.આર.સી કોર્પોરેશનને સહયોગ આપશે : એસ.આરસી ચેરમેન સેવક લખવાણીએ આભાર વિવિધ કરી હતી. તેમણે દબાણ હટાવ કામગીરી દરમ્યાન જે કેબીન ધારકોની  કેબીન દુટી  છે તે લોકોને  પુન: સ્થાપન માટેની મહત્વની જાહેરાત કરી હતી.  તેમણે કહ્યું હતું કે   એસ.આર.સી મહા પાલિકા અને ડીપીએ ને સહકાર આપશે.એસ.આર.સી દ્વારા ન નફો ન નુકશાનના ધોરણે  દુકાન ફાળવવામાં આવશે.  બજાર કીમત વસુલવામાં નહી આવે તેવું જણાવ્યું હતું. હાલ આદિપુરમાં વોર્ડ 1.એમાં  200 જેટલી કેબીન બનાવવામાં આવશે. હાલ આદિપુરમાં અને  ત્યાર બાદ  ગાંધીધામ ખાતે પણ આ યોજના  અમલમાં કરાશે. જીડીએ અને ડીપીએની મંજુરી મળશે તે રીતે આગળ આ પ્રકલ્પમાં  આગળ વધવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું. - અગ્રણીઓની ઉપસ્થિતિ : આ વેળાએ પુર્વ કચ્ છ પોલીસ વડા સાગર બાગમાર, જિલ્લા ભાજપ મહાંમંત્રી ધવલ આચાર્ય, ગાંધીધામ સુધરાઈના પુર્વ પ્રમુખ તેજશ શેઠ,ગાંધીધામ ચેમ્બર ઓફ  કોમર્સના પ્રમુખ તેજાભાઈ કાનગડ, માનદમંત્રી મહેશ તિર્થાણી, બાબુભાઈ હુંબલ, દિનેશ ગુપ્તા, તુલશી  સુઝાન, એસ.આર.સીના ડેપ્યુટી ચેરમેન લલીત વિધાણી, સી.ઈ.ઓ હરીશ થારવાણી, ડાયરેકટરો હરીશ કલ્યાણી , નિલેશ પંડયા, ધ્રુવ દરીયાણી, મહેશ લખવાણી તાલુકા આરોગ્ય અધિકારી દિનેશ સુતરીયાનરેશ બુલચંદાણી  તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ વેળાએ  વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિ રજુ કરી  હતી. અંતે બાળકોના હસ્તે કેક કાપીને ગાંધીધામના સ્થાપના દિવસની આઉજવણી કરવામાં આવી હતી આ વેળાએ શહેરની ચાર કોલેજ અને 11 શાળાના બાળકો દ્વારા કૃતિઓ રજુ કરાઈ હતી. નિર્ણાયક તરીકે નિતા વિધાણીએ સેવા આપી હતી.  સાંસ્કૃતિક કાર્યક્રમનું સંયોજન  આનંદ ઉદવાણી અને જય હેમનાનીએ સંભાળ્યું હતું. સંચાલન અશોક સચદેએ કર્યું હતું. 

Panchang

dd