ગાંધીધામ, તા. 26 : સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન
(સી.ડબલ્યુ.સી.), ઈન્ડિયન રેલવે તથા આઈ. વેરસપ્લાઈંગ ચેન સર્વિસ લિ.ના સંયુક્ત ઉપક્રમે ગાંધીધામથી સી.ડબલ્યુ.સી.ની પ્રથમ રેલવે રેકને અધિકારીઓએ
લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આ પ્રસંગે રેલવે વિભાગના પંકજ તિવારી (ડી.ઓ.એમ.,
અમદાવાદ), અતિકુર રહમાન (એ.ટી.એમ., ગાંધીધામ), અજિત વિક્રમ (ટી.આઈ. / પ્લાનિંગ, ગાંધીધામ), સી.ડબલ્યુ. કોર્પોરેશનના જે. નવુક્કારસસુ
(રિજનલ મેનેજર, અમદાવાદ), સુમિત વાધ (રિજનલ
માર્કેટિંગ હેડ, અમદાવાદ),
ધીરજ શર્મા (પ્રોજેક્ટ હેડ, અમદાવાદ), વિક્રમસિંહ ગૌડ (ટર્મિનલ મેનેજર, ગાંધીધામ), આઈ. વેર સપ્લાઈંગ સર્વિસ લિ.ના દિકલ
તંવર (સી.ઈ.ઓ), કૃષ્ણ તંવર (એમ.ડી.) સહિતના ઉપસ્થિત રહ્યા હતા. રેલવેના અધિકારી પંકજ તિવારીએ જણાવ્યું હતું કે, ગાંધીધામથી સી.ડબલ્યુ.સી. દ્વારા સંચાલિત પ્રથમ
કન્ટેનર રેક શરૂ થવાથી લોજિસ્ટિક ક્ષેત્રે ઉપલબ્ધી છે. ભારતીય રેલવે આ પહેલની ભાગીદાર બનીને ગર્વ અનુભવે છે. વધુમાં
તેમણે તમામ પ્રકારની સહકારની તૈયારી દર્શાવી
હતી. સી.ડબલ્યુ.સી.ના રિજનલ મેનેજર જે. નવુક્કારસુએ આ ક્ષણને ઐતિહાસિક ગણાવી હતી. સી.ડબલ્યુ.સી.ની
પ્રથમ કન્ટેનર મૂવમેન્ટ લોજિસ્ટિક ક્ષેત્રના
વેપાર અને ઔદ્યોગિક ગતિવિધિ માટે વધારે સશક્ત
બનાવશે. આઈ વેર સપ્લાઈંગના દિકલ તંવરે કહ્યું હતું કે, આઈ. વેરનો
મુખ્ય ઉદેશ લોજિસ્ટિક ક્ષેત્રમાં નવીનત્તમ તકનિકો અને કુશળ સંચાલનના માધ્યમ સાથે વ્યાપારને ગતિ આપવાનો છે. આ રેક થવાની સાથે લોજિસ્ટિક ઉદ્યોગ માટે
નવા યુગનો આરંભ થશે. આજે સવારે 96 કન્ટેનર ભરેલી માલવાહન ટેનને ઉપસ્થિત મહેમાનોએ લીલીઝંડી આપી
આ સેવાનો આરંભ કરાવ્યો હતો.