સંસદના બજેટસત્ર દરમિયાન વકફ
સંશોધન ખરડા સહિત કુલ 16 ખરડા પસાર કરાયા. ગયા અઠવાડિયે
સમાપ્ત થયેલું બજેટસત્ર 31 જાન્યુઆરીથી શરૂ થયું હતું.
સંસદીય કાર્ય પ્રધાન કિરણ રિજ્જુના જણાવ્યા મુજબ બજેટસત્રમાં લોકસભાની ઉત્પાદકતા 118 અને રાજ્યસભાની
119 ટકા
રહી છે. રિજ્જુએ જણાવ્યું કે,
બજેટસત્રના પહેલા તબક્કામાં લોકસભા અને રાજ્યસભાની કુલ સાત બેઠક થઈ.
સત્રના બીજા તબક્કામાં બન્ને ગૃહની 17 બેઠક થઈ તથા આખા બજેટસત્ર
દરમિયાન કુલ 26 બેઠક થઈ છે. છેલ્લાં થોડાં વર્ષોમાં જોવા મળ્યું છે કે, સંસદનું સત્ર સમય પહેલાં
જ આટોપાઈ જાય છે. આ વખતે પણ શરૂઆત મંદ હતી, પણ છેલ્લા બે
દિવસમાં વેગ વધ્યો હતો. વકફ બોર્ડના મેનેજમેન્ટમાં સુધારાનો મહત્ત્વાકાંક્ષી ખરડો
બન્ને સભાગૃહમાં મંજૂર થતાં લોકસભામાં બુધવારે સવારે 11થી
ગુરુવાર મધરાત અઢી વાગ્યા સુધી અને રાજ્યસભામાં ગુરુવારે સવારે 11થી
શુક્રવારે પરોઢે ચાર વાગ્યા સુધી ચાલ્યું. એક ખરડા પર બન્ને બાજુ અનુક્રમે લગભગ 14 કલાક
અને સાડા સત્તર કલાક ચર્ચા રાજ્યસભાના ઈતિહાસમાં વિક્રમ કર્યો છે. આ નિમિત્તે
મધરાત અને પરોઢના સમયે સંસદ ભવનનો માહોલ મંત્રમુગ્ધ કરનારો હતો તે અનુભવવાની તક
મળી. મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનની ઘોષણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કુંભમેળા
અંગેનું નિવેદન કોંગ્રેસ સંસદીય અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજ્યસભામાં શૂન્ય કલાકમાં `મનરેગા'થી અનેક વિષય પર રજૂ
કરેલા મુદ્દા, ગૃહપ્રધાન અમિત શાહનું સંસદીય નિયોજન પણ ધ્યાન
ખેંચનારું રહ્યું છે. સહકારની ગંગોત્રી એવા મહારાષ્ટ્રના રાજ્ય પ્રધાન મુરલીધર
મોહોલ પર ત્રિભુવનદાસ પટેલ નામ સહકારી વિદ્યાપીઠને આપવા સમજાવવાની જવાબદારી આપવી એ
યોગાનુયોગ છે. સરકાર માટે મહત્ત્વાકાંક્ષી વકફ ખરડાની મંજૂરી વેળા ભારે હોબાળો
મચશે, એવું વાતાવરણ હતું. રાજ્યસભામાં આના કંઈક અંશ જોવા
મળ્યા. `સાંસ્કૃતિક એકતા અને રાષ્ટ્રીયત્વ' પર આધારિત એવો આઈડિયા
સંઘના મનમાં છે. તે દૃષ્ટિએ હવે પછીના પગલાં લેવાવાં જોઈએ. આના પરની ચર્ચા
નિમિત્તે અમિત શાહ, લઘુમતી ખાતાના પ્રધાન કિરણ રિજ્જુ,
લોકસભામાં અસરુદ્દીન ઓવૈસી, રાશીદ એન્જિનીયર
અને રાજ્યસભામાં નાઝીર હુસેન, સુધાંશુ ત્રિવેદી, ડો. મેધા કુલકર્ણી વગેરેનાં ભાષણો ઉલ્લેખનીય રહ્યાં. વકફ ખરડો એ વિષય
ધાર્મિક હોવા કરતા `વકફ'ના ભૂમાફિયાથી મુક્તિનો
હોવાનો છે એ સમજાવવાના સરકારના મોટા ભાગના પ્રયાસો સફળ રહ્યા છે. મુસ્લિમ સમાજમાં
પણ જે મોટા વર્ગનો અવાજ અને તક આ પહેલાં દબાવી દેવામાં આવ્યો હતો, તેઓનો અવાજ આ કાયદાથી શક્તિશાળી બનશે. એવી રજૂઆત નરેન્દ્ર મોદી સહિત બધા
ભાજપ નેતાઓએ સફળતાપૂર્વક કરી છે. અમેરિકાએ પાછા મોકલેલા ભારતીઓના મુદ્દાને લઈ
હોબાળાથી શરૂ થયેલું આ સત્ર સોનિયા ગાંધીએ વકફ ખરડા પર કરેલી ટીકાને લઈ હોબાળાથી
પૂરું થયું. જો કે, આ દરમિયાન બે મહિનાથી વધુ સમયની
સરખામણીમાં ભારે કામકાજ થયું તે દિલાસાદાયક છે.