હૈદરાબાદ, તા. 7: આક્રમક
શરૂઆત પછી સનરાઇઝર્સ હૈદરાબાદને સતત ચોથી હાર મળી છે. ગઇકાલની મેચમાં ગુજરાત સામે
સનરાઇઝર્સનો 7 વિકેટે કારમો પરાજય થયો હતો. ગુજરાતે 1પ3 રનનો
મામૂલી વિજય લક્ષ્યાંક 20 દડા બાકી રાખીને 3 વિકેટે હાંસલ
કરી લીધો હતો. આ હાર પછી સનરાઇઝર્સના હેડ કોચ ડેનિયલ વિટ્ટોરીએ સ્વીકાર્યું કે
તેની ટીમની સતત ચોથી હાર ત્રણેય વિભાગના ખરાબ દેખાવને લીધે મળી છે. જેમાં હવે
જલ્દીથી સુધારો કરવો પડશે. મને ખબર છે કે
ટીમના દરેક ખેલાડી જાણે છે.