• શુક્રવાર, 18 એપ્રિલ, 2025

જીવદયા-સેવાકીય પ્રવૃત્તિઓના લાભાર્થે રવિવારે ભુજમાં યોજાશે શબ્દોત્સવ

ભુજ, તા. 8 : તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ - કચ્છ તથા ભારતીય જૈન સંગઠન કચ્છ અને મીડિયા પાર્ટનર કચ્છમિત્રના સહિયારા ઉપક્રમે ભુજ શહેરમાં સૌપ્રથમ વખત ડો. કુમાર વિશ્વાસ અને સાથીઓ દ્વારા શબ્દ ઉત્સવ કાર્યક્રમનું આયોજન જીવદયા અને સેવાકીય પ્રવૃત્તિઓના લાભાર્થે તારીખ 13/4/2025ના રવિવારના સાંજે 7 કલાકે સ્મૃતિવન-ભુજ મધ્યે થઈ રહ્યું છે, જે કાર્યક્રમના મુખ્ય દાતા તરીકે સંઘવી મલ્ટિ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ભુજ (ડો. ઉમંગ કમલેશભાઈ સંઘવી પરિવાર) તથા કો-સ્પોન્સર અરિહંત ગ્રુપ ગાંધીધામ (ચિરાગભાઈ અરાવિંદભાઈ ખંડોર પરિવાર)નો સહકાર મળ્યો છે. ડો. કુમાર વિશ્વાસ હિન્દીના હસ્તાક્ષર છે, જેની ચમકથી સમગ્ર વિશ્વ ચકિત છે. ડો. વિશ્વાસ પહેલા એવા કવિ છે કે ગૂગલ પોતે પોતાની જિજ્ઞાસા શાંત કરવા ગોતે છે, પછી ગૂગલ પોતાના હેડક્વાટર્સના નિમંત્રણ પર હિન્દીનો પરચમ લહેરાવવા કેલિફોર્નિયા પહોંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એમને સરસ્વતીપુત્ર કહીને સંબોધિત કરે છે. પોતાની સરલ કવિતાઓથી યુવા પેઢીઓના દિલમાં જગ્યા બનાવવાવાળા ડો. કુમાર વિશ્વાસના આજના સમયના યુગ વક્તા છે, જ્યારે તે મંચ પર ઉપસ્થિત હોય છે તો એમના અવાજમાં કેવલ એક કુશળ કવિ જ નહીં પણ આખું હિન્દુસ્તાન બોલે છે.વિશ્વવિખ્યાત ડો. કુમાર વિશ્વાસ સૌપ્રથમ વખત પશ્ચિમ કચ્છની ભૂમિ પર કચ્છના પાટનગર ભુજ મધ્યે આવી રહ્યા છે, ત્યારે સમગ્ર કચ્છની પ્રજા તેમને સાંભળવા થનગની રહી છે. ડો. કુમાર વિશ્વાસની સાથે ભારતના શ્રેષ્ઠ કવિઓ દિનેશ બાવરાજી, શાક્ષી તિવારી, રમેશ મુસ્કાન અને સુનીલ વ્યાસ ઉપસ્થિત રહેશે. તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ કચ્છ એટલે કચ્છમાં સેવાની બેમિશાલ  કામગીરી કરી રહેલ છે. સંસ્થા માનવસેવા, જીવદયા, કુદરતી આફતો, સ્કિલ ડેવલપમેન્ટ, આરોગ્ય, શિક્ષણ જેવી સેવામાં કચ્છના લોકો સાથે ખભેખભા મીલાવીને ઊભા રહેવું, છેવાડાના માનવી સુધી ઉપયોગી થવાનું કામ કરે છે. ભારતીય જૈન સંઘટના જૈન સમાજની સમગ્ર ભારતની ખૂબ મોટી સંસ્થા પાણી, સ્માર્ટ ગર્લ્સ, શિક્ષણ સુધાર જેવી કામગીરી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો સાથે મળી અને દરેક સમાજ માટે કાર્ય કરી રહી છે. હમીરસર ફેસ-1 પ્રોજેક્ટ કરી ફક્ત 12 ઇંચ વરસાદમાં હમીરસર ઓગન્યું હતું, એવી સંસ્થાઓનાં માધ્યમથી આ કાર્યક્રમ શબ્દ ઉત્સવ થઈ રહ્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd