• શુક્રવાર, 18 એપ્રિલ, 2025

શિકારપુર નજીકથી દેશી બંદૂક સાથે શખ્સની અટક

ગાંધીધામ, તા. 8 : ભચાઉ તાલુકાનાં શિકારપુરથી નારાણસરી તરફ જતા માર્ગ પરથી પોલીસે એક શખ્સને પકડી પાડી તેની પાસેથી દેશી બંદૂક જપ્ત કરી હતી. ભચાઉ તાલુકાનાં શિકારપુર કોળીવાસમાં રહેનાર અસલમ અબ્બાસ ત્રાયા નામના શખ્સને પોલીસે ગઇકાલે સાંજે પકડી પાડયો હતો. આ શખ્સ શિકારપુર ગામથી નારાણસરી તરફ જતા માર્ગ પર જઇ રહ્યો હતો. દરમ્યાન પોલીસે તેને પકડી પાડી તેની તલાશી લીધી હતી. આ શખ્સ પાસેથી હાથ બનાવટની દેશી બંદૂક કિંમત રૂા. 5000વાળી મળી આવી હતી. તેની અટક કરી તેણે આ બંદૂક કેવા ઉપયોગ માટે રાખી છે અને કયાંથી મેળવી હતી તેની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd